ફૂડ અને ટ્રાવેલિંગ પર પૈસા ખર્ચવાથી સંતોષ મળે છે અપર્ણા મિશ્રાને

12 March, 2023 02:09 PM IST  |  Mumbai | Harsh Desai

અપર્ણા મિશ્રાનો જન્મ ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયો હતો. તેઓ ત્રણ બહેન છે, જેમાં તે સૌથી નાની છે

અપર્ણા મિશ્રા

અપર્ણા મિશ્રાનો જન્મ ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયો હતો. તેઓ ત્રણ બહેન છે, જેમાં તે સૌથી નાની છે. તેની મોટી બહેનો મોહિની અને સોનલ મિશ્રા છે. તેણે કાનપુરમાં અભ્યાસ કર્યો હતો અને ત્યાર બાદ ઍક્ટિંગમાં કરીઅર બનાવી હતી. તેણે ઘણી સિરિયલમાં કામ કર્યું છે. ૨૦૧૫માં તેણે ઍક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતુ. ‘યે હૈ આશિકી સિય્યપા ઇશ્ક કા’માં તે પ્રત્યુસા બૅનરજીની ફ્રેન્ડના પાત્રમાં જોવા મળી હતી. ત્યાર બાદ તેને ‘કુમકુમ ભાગ્ય’ દ્વારા લોકિપ્રયતા મળી હતી.

પોતાની જાતને પાંચ શબ્દોમાં કેવી રીતે વર્ણવીશ?
ઉત્સાહી, ફ્રી સ્પિરિટેડ, ખુશમિજાજી, ફ્લેક્સિબલ, જવાબદાર, મહત્ત્વાકાંક્ષી અને પ્રામાણિક વ્યક્તિ.

ચહેરા પર કઈ વાતથી સ્માઇલ આવી જાય છે અને શાનો ડર લાગે છે?
મારી ફૅમિલી અને ફ્રેન્ડ્સની ખુશીથી મારા ચહેરા પર સ્માઇલ આવી જાય છે. મારી આસપાસની વ્યક્તિને ખોવાનો મને ખૂબ ડર લાગે છે.

ડેટ પર લઈ જવા હોય તો કોને અને ક્યાં લઈ જઈશ અને કેમ?
મારી મમ્મી મારી ડેટ હશે, કારણ કે મારા ટાઇટ શેડ્યુલને કારણે હું તેને સમય નથી આપી શકતી, એથી તેને કોઈ બીચ સાઇડ વેજ રેસ્ટોરાંમાં ડેટ પર લઈ જઈશ. તેને બીચ ખૂબ ગમે છે અને તે વેજિટેરિયન છે માટે.

સૌથી વધુ પૈસાનો ઉપયોગ શું ખરીદવામાં કરે છે?
ફૂડ અને ટ્રાવેલિંગ પાછળ પૈસાનો વધુ ખર્ચ કરું છું, કારણ કે એનાથી મારા આત્માને સંતોષ મળે છે.

તારું અટેન્શન કોઈએ મેળવવું હોય તો શું કરવું જોઈએ?
સ્ત્રીદાક્ષિણ્ય દેખાડનાર અને તે પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરે છે એના પર આધાર રહે છે. તે માયાળુ પણ હોવો જોઈએ.

તારા વિશે એવી કઈ વાત છે જે 
લોકો હંમેશાં યાદ રાખે એવી તારી ઇચ્છા છે?
હું લોકો માટે હંમેશાં હાજર હોઉં છું એ અને મારા ઉદારદિલને લઈને લોકો મને હંમેશાં યાદ રાખે એવી મારી ઇચ્છા છે.

ફૅન્સ દ્વારા કરવામાં આવેલી સૌથી વિચિત્ર અથવા સ્પેશ્યલ વસ્તુ કઈ?
હું મારી ફીમેલ કો-સ્ટાર કરતાં મારા મેલ કો-સ્ટાર સાથે વધુ પોસ્ટ શૅર કરતી હોવાથી કેટલાક લોકોએ મારું રેસ્ટ-ઇન-પીસવાળું એડિટ્સ બનાવ્યું હતું. મારા માટે એ ખૂબ વિચિત્ર હતું. મારા ફૅન્સ મારા માટે સ્પેશ્યલ મેસેજ અને સ્પેશ્યલ એડિટ કરીને હંમેશાં સૅન્ડ કરતા રહે છે. તેમના આ પ્રેમથી વધુ હું શું માગી શકું.

તારી સૌથી યુઝલેસ ટૅલન્ટ કઈ?
હું કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ પર સૂઈ જાઉં છું.

પહેલી જૉબ કઈ હતી?
ઍક્ટિંગ.

ફેવરિટ કપડાં કયાં છે જે હજી સાચવી રાખ્યાં છે?
મારા ચાઇલ્ડહુડ સ્વિમ-શૂટને મેં હજી સાચવી રાખ્યો છે.

સૌથી ડૅરિંગવાળું કામ આજ સુધી કયું કર્યું છે?
મને લાગે છે કે હું દરરોજ કોઈ ને કોઈ ડૅરિંગવાળું કામ કરું છું. હું એક લાઇનમાં જણાવી શકું એમ નથી. ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ પ્રકારના બૅકગ્રાઉન્ડ વગર નાના શહેરમાંથી પંદર વર્ષની ઉંમરે મુંબઈ આવી સપનાં પૂરાં કરવું એ મારા માટે સૌથી ડૅરિંગવાળું હતું. આ ડૅરિંગને કારણે આજે હું જ્યાં છું ત્યાં પહોંચી શકી છું અને મને મારા એ ડિસિઝન પર ગર્વ છે.

એવી કઈ વસ્તુ છે જેને તેં હજી એક મિસ્ટરી બનાવી રાખી છે?
મિસ્ટરી હંમેશાં મિસ્ટરી રહેવી જોઈએ એવું મને લાગે છે.

bollywood news harsh desai