28 July, 2024 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
રણવીર સિંહની આગામી ફિલ્મની ખૂબ ચર્ચા ચાલી રહી છે. એ ફિલ્મને ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’નો ડિરેક્ટર આદિત્ય ધર ડિરેક્ટ કરશે. આ ફિલ્મમાં સંજય દત્ત, આર. માધવન, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ પણ જોવા મળશે. ફિલ્મમાં જબરદસ્ત ઍક્શન જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મના તમામ કલાકારોનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રણવીર સિંહે કૅપ્શન આપી છે, ‘આ મારા ફૅન્સ માટે છે, જેમણે અત્યાર સુધી ધૈર્ય રાખ્યું છે. તમને સૌને ખૂબ પ્રેમ. હું તમને ખાતરી આપું છું કે આ ફિલ્મ એવી હશે જેનો અનુભવ તમે કદી નહીં લીધો હોય. તમારા સૌના આશીર્વાદથી અમે આ સાહસ અને એનર્જીથી ભરપૂર તથા નેક ઇરાદા સાથે જર્નીની શરૂઆત કરી છે. આ વખતે આ મારી પર્સનલ છે.’