રણવીર સિંહના ફૅન્સે કેમ લગાવ્યો દીપિકાનો ક્લાસ?

08 July, 2023 03:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણવીર સિંહના ફૅન્સે દીપિકા પાદુકોણની નિંદા કરી છે. એનું કારણ એ છે કે ૬ જુલાઈએ રણવીરનો બર્થ-ડે હતો. તેના અનેક કો-સ્ટાર્સે તેને માટે સોશ્યલ મીડિયામાં શુભેચ્છા પાઠવી હતી. જોકે તેની વાઇફ દીપિકાએ તેને લઈને કોઈ પોસ્ટ શૅર નહોતી કરી.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

રણવીર સિંહના ફૅન્સે દીપિકા પાદુકોણની નિંદા કરી છે. એનું કારણ એ છે કે ૬ જુલાઈએ રણવીરનો બર્થ-ડે હતો. તેના અનેક કો-સ્ટાર્સે તેને માટે સોશ્યલ મીડિયામાં શુભેચ્છા પાઠવી હતી. જોકે તેની વાઇફ દીપિકાએ તેને લઈને કોઈ પોસ્ટ શૅર નહોતી કરી. બસ, પછી શું? રણવીરના ફૅન્સ નારાજ થયા છે અને તેમણે દીપિકાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. સોશ્યલ મીડિયામાં એક ફૅને કમેન્ટ કરી હું આખો દિવસ રાહ જોતો રહ્યો કે દીપિકા ઇન્સ્ટા પર રણવીરના બર્થ-ડેની પોસ્ટ શૅર કરશે. તો અન્યએ સવાલ કર્યો કે હસબન્ડના બર્થ-ડેની પોસ્ટ કેમ શૅર ન કરી? અન્ય એક ફૅન્સે કમેન્ટ કરી કે હસબન્ડના બર્થ-ડે માટે કાંઈક તો પોસ્ટ કરવું હતું.

ranveer singh deepika padukone bollywood news bollywood gossips bollywood entertainment news