‘સર્કસ’નું શૂટિંગ પૂરું કર્યું રણવીરે

18 November, 2022 03:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મ આ વર્ષે ક્રિસમસમાં રિલીઝ થવાની છે.

‘સર્કસ’નું શૂટિંગ પૂરું કર્યું રણવીરે

રણવીર સિંહે આગામી ફિલ્મ ‘સર્કસ’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં જૉની લીવર, સંજય મિશ્રા અને વરુણ શર્મા પણ જોવા મળવાના છે. ફિલ્મ આ વર્ષે ક્રિસમસમાં રિલીઝ થવાની છે. રણવીરે અગાઉ રોહિતની ‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’માં પણ કામ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ખતમ થતાં ટીમ સાથેનો એક ફોટો રણવીરે શૅર કર્યો છે. એ ફોટોમાં રણવીર, રોહિત અને વરુણ ખડખડાટ હસી રહ્યા છે અને તેમની પાછળ કાર ઊભેલી દેખાય છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રણવીરે કૅપ્શન આપી હતી, ‘શૂટિંગ ખતમ, પ્રમોશન કી પ્લાનિંગ શુરુ. માસ-ટર ફિલ્મમેકર કે માસ-ટર પ્લાન્સ.’

 

entertainment news bollywood news bollywood gossips bollywood ranveer singh upcoming movie