24 December, 2024 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે ગઈ કાલે કેટલાક ચુનંદા ફોટોગ્રાફરોને તેમની દીકરી દુઆ પાદુકોણ સિંહના દીદાર કરાવ્યા હતા. જોકે તેમણે ફોટોગ્રાફરોને દુઆના ફોટો પાડવા નહોતા દીધા, પણ બન્નેએ પોતે પ્રેમસભર પોઝ આપ્યા હતા. રણવીર-દીપિકાએ તેઓ પ્રભાદેવીમાં જે બિલ્ડિંગમાં રહે છે એના ક્લબહાઉસમાં ગઈ કાલે જુદાં-જુદાં મીડિયા-પ્લૅટફૉર્મ્સના ફોટોગ્રાફરો માટે એક નાનકડું ફંક્શન રાખ્યું હતું, જેમાં તેઓ તસવીરકારો સમક્ષ દુઆને લઈ આવ્યા હતા. આ ફંક્શનમાં ‘મિડ-ડે’ના અસિસ્ટન્ટ ફોટો એડિટર નિમેશ દવે પણ ઉપસ્થિત હતા. દીપિકા જ્યારે ફોટોગ્રાફરો સામે સાડાત્રણ મહિનાની દુઆને લઈ આવી ત્યારે રીતસર તેની આંખોમાંથી હરખનાં આંસુ વહેવા લાગ્યાં હતાં અને રણવીર પણ ભાવુક થઈ ગયો હતો. બન્નેએ ફોટોગ્રાફરોને કહ્યું હતું કે દુઆ હજી ઘણી નાની છે અને યોગ્ય સમયે તેનો ફોટો પાડવા દઈશું.
08-09-2024- દુઆ પાદુકોણ સિંહનો જન્મદિવસ
રણવીર-દીપિકાએ ફોટોગ્રાફરોને સાઉથ ઇન્ડિયન નાસ્તો કરાવ્યો હતો અને સિંધી મીઠાઈનું બૉક્સ આપ્યું હતું.