14 January, 2023 07:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણદીપ હુડ્ડા
રણદીપ હૂડા હૉર્સ રાઇડિંગ કરી રહ્યો હતો અને એ વખતે તે પડી જતાં તેને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. તેને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો છે. તેને કમ્પ્લીટ બેડ-રેસ્ટ કરવાની સલાહ ડૉક્ટર્સે આપી છે. સલમાન ખાન સાથે ‘રાધે’ના શૂટિંગ દરમ્યાન પણ ઍક્શન સીક્વન્સ કરતી વખતે તેને ઈજા થઈ હતી. એના માટે તેને ની સર્જરી કરાવવી પડી હતી. રણદીપે ‘સાવરકર’ના રોલ માટે લગભગ બાવીસ કિલો વજન ઘટાડ્યું હતું. હવે હૉર્સ રાઇડિંગ વખતે થયેલી ઈજાને કારણે તેને સર્જરી કરાવવાની પણ કદાચ જરૂર પડી શકે છે.