30 March, 2024 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણદીપ હૂડા
રણદીપ હૂડાની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સ્વાતંય વીર સાવરકર’ બનાવવા માટે પિતાએ ખરીદેલી પ્રૉપર્ટી વેચી દીધી હતી. આ ફિલ્મમાં લીડ રોલ કરવાની સાથે તેણે એને ડિરેક્ટ પણ કરી છે. આ ફિલ્મને અગાઉ મહેશ માંજરેકર ડિરેક્ટ કરવાનો હતો, પરંતુ બાદમાં તે આ ફિલ્મમાંથી ખસી ગયો હતો. બાવીસમી માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મમાં તેની સાથે અંકિતા લોખંડે પણ જોવા મળી હતી. ફિલ્મ બનાવતી વખતે આર્થિક તકલીફ પડી હોવાનું જણાવતાં રણદીપ કહે છે કે ‘શરૂઆતમાં અમને ખૂબ મુશ્કેલી પડી હતી, કેમ કે જે ટીમ શરૂઆતથી જોડાયેલી હતી તેમનો ઇરાદો ક્વૉલિટી ફિલ્મ બનાવવાનો નહોતો. તેઓ માત્ર એક ફિલ્મ બનાવવા માગતા હતા. અમારે આર્થિક ભીંસનો સામનો કરવો પડ્યો હતો. મારા પિતાએ મારા માટે મુંબઈમાં બે-ત્રણ પ્રૉપર્ટી ખરીદી હતી એને મેં વેચી નાખી અને એ પૈસાનો ઉપયોગ આ ફિલ્મ બનાવવામાં કર્યો હતો. હું અટક્યો નહીં. આ ફિલ્મને કોઈએ સપોર્ટ નહોતો કર્યો.’