હરિયાણામાં પૂરપીડિતોની મદદ કરી રણદીપ હૂડાએ

20 July, 2023 05:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણદીપ હૂડા હાલમાં જ હરિયાણામાં પૂરપીડિતો માટે પાણીમાં જઈને મદદ કરતો જોવા મળ્યો હતો.

હરિયાણામાં પૂરપીડિતોની મદદ કરી રણદીપ હૂડાએ

રણદીપ હૂડા હાલમાં જ હરિયાણામાં પૂરપીડિતો માટે પાણીમાં જઈને મદદ કરતો જોવા મળ્યો હતો. તે ખાલસા ગ્રુપ સાથે મળીને લોકોની મદદ કરી રહ્યો છે. તે ઘૂંટણ સુધીના પાણીમાં જઈને લોકોની મદદ કરતો જોવા મળી રહ્યો છે. તે રૅશન કિટ લઈને લોકોને પહોંચાડી રહ્યો હતો. તેણે શૅર કરેલા વિડિયોમાં તેની સાથે તેની ગર્લફ્રેન્ડ લિન લૈશરમ પણ જોવા મળી રહી છે. તે રિલીફ કૅમ્પની બહાર ઊભો રહીને કુકિંગ ઑઇલની બૉટલ પણ આપતો જોવા મળી રહ્યો છે. આ વિડિયો પોસ્ટ કરીને તેણે કૅપ્શન આપી હતી કે ‘સેવા. હું લોકોને આગળ આવીને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે વિનંતી કરી રહ્યો છું.’

bollywood news entertainment news randeep hooda haryana