21 January, 2023 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણદીપ હૂડા
રણદીપ હૂડા ફિલ્મ ‘લાલ રંગ 2’નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરવાનો છે. આ ફિલ્મમાં તે શંકરના રોલમાં દેખાવાનો છે. ફિલ્મને સૈયદ અહમદ અફઝલ ડિરેક્ટ કરશે. એમાં અક્ષય ઑબૅરૉય અને પિયા બાજપાઈ પણ લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મને રણદીપ અન્ય પ્રોડ્યુસરો સાથે મળીને પ્રોડ્યુસ કરી રહ્યો છે. ૨૦૧૬માં આવેલી ‘લાલ રંગ’ની આ સીક્વલ છે. હરિયાણાની આ સ્ટોરી ડાર્ક-કૉમેડી છે. એમાં રણદીપને એક ઇલ્લીગલ બ્લડ-બૅન્કનો માલિક બતાવવામાં આવે છે. ‘લાલ રંગ 2’નો પોતાનો લુક રણદીપે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. પોતાના કૅરૅક્ટર વિશે રણદીપે કહ્યું કે ‘શંકર મલિક એક એવું પાત્ર છે જે હંમેશાં મારા દિલની નજીક રહેશે. સાત વર્ષ બાદ પણ આ ફિલ્મ આજે પ્રાસંગિક છે અને એના ફૅન્સ પણ ઘણા છે. આ જ કારણ છે જેણે મને પ્રોડ્યુસર તરીકે આ નવી જર્નીની શરૂઆત કરવા માટે પ્રેરિત કર્યો. એમાં મને આનંદ તો આવે જ છે, પરંતુ સાથે જ એક જવાબદારીનો પણ એહસાસ લાગે છે.’