રણબીર-આલિયાનો ૬ માળનો બંગલો તૈયાર

20 October, 2024 09:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૫૦ કરોડ રૂપિયાનો ક્રિષ્નારાજ નામનો આ બંગલો રણબીર દીકરી રાહાના નામે રજિસ્ટર કરાવશે એવી ચર્ચા, મન્નત અને જલસા કરતાંય મોંઘો

રણબીર-આલિયાનો ૬ માળનો બંગલો

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનો લાંબા સમયથી બંધાતો ક્રિષ્નારાજ બંગલો આખરે તૈયાર થઈ ગયો છે. છ માળના આ બંગલાને રણબીરનાં સદ્ગત દાદી-દાદાનું નામ આપવામાં આવ્યું છે. આ બંગલો બંધાઈ રહ્યો હતો ત્યારે રણબીર અને આલિયા કામ કેટલે પહોંચ્યું એ જોવા નિયમિત આવતાં હતાં. ગઈ કાલે આ બંગલાનો વિડિયો સોશ્યલ મીડિયા પર ફરતો થયો હતો.

ચર્ચા એવી છે કે રણબીર ૨૫૦ કરોડ રૂપિયાનો આ બંગલો દીકરી રાહાના નામે રજિસ્ટર કરાવશે, જેને પગલે રાહા સૌથી શ્રીમંત સ્ટારકિડ થઈ જશે. નીતુ કપૂર આ બંગલાનાં સહમાલિક હશે એવું જાણવા મળ્યું છે. શાહરુખના મન્નત અને અમિતાભ બચ્ચનના જલસાની સરખામણીમાં આ સૌથી વધુ મોંઘો બંગલો બની જશે.

ranbir kapoor Raha Kapoor alia bhatt entertainment news bollywood bollywood news