રણબીરના પ્રેમાળ સ્વભાવ અને ઉદારતાથી તેની રામાયણની કો-સ્ટાર થઈ પ્રભાવિત

12 June, 2024 03:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકામાં રણબીર જોવા મળશે. સીતાના રોલમાં સાઈ પલ્લવી જોવા મળશે.

ઇન્દિરા ક્રિષ્ના અને રણબીર કપૂર

રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ને લઈને ખૂબ ચર્ચાઓ ચાલે છે. આ ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકામાં રણબીર જોવા મળશે. સીતાના રોલમાં સાઈ પલ્લવી જોવા મળશે. થોડા સમય પહેલાં ફિલ્મના સેટ પરના ફોટો વાઇરલ થયા હતા. એથી ડિરેક્ટર નિતેશ તિવારીએ સેટ પરના ફોટો કે વિડિયો લીક ન થાય એ માટે સખત નિયમો બનાવ્યા હતા.

સેટ પર કોઈને પણ મોબાઇલ ફોન લઈ જવાની પરવાનગી નહોતી. રણબીર પોતાના પાત્રને ન્યાય આપવા માટે સખત મહેનત કરી રહ્યો છે. ભગવાન રામના રોલ માટે તે ધનુષ-બાણ ચલાવવાની ટ્રેઇનિંગ લઈ રહ્યો હતો. આ ફિલ્મમાં રામની માતા કૌશલ્યાના રોલમાં ઇન્દિરા ક્રિષ્ના જોવા મળશે. રણબીર અને ઇન્દિરાએ અગાઉ ‘ઍનિમલ’માં સાથે કામ કર્યું હતું. રણબીર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઇન્દિરાએ કૅપ્શન આપી, ‘ઍનિમલિંગ. રણબીર, તેં લીધેલી કાળજી માટે, પ્રેમ, ઉદારતા દેખાડવા માટે અને પ્રેમાળ સ્વભાવ માટે થૅન્ક યુ.’

ranbir kapoor upcoming movie ramayan entertainment news