23 June, 2023 03:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર
રણબીર કપૂરનો નવો લુક જોઈને સૌકોઈ તેના પર ફિદા થઈ ગયા છે. તેની આગામી ફિલ્મ ‘ઍનિમલ’ માટે તેણે ક્લીન શેવ નહોતી કરી. હવે રણબીર ક્લીન શેવ લુકમાં દેખાયો હતો. રણબીરની સ્ટાઇલને જોઈને તો પાપારાઝીએ પણ તેની પ્રશંસા કરી હતી. રણબીર તેની વાઇફ આલિયા ભટ્ટ અને દીકરી રાહા કપૂર સાથે વેકેશન પર દુબઈ જવા નીકળ્યો છે. રણબીર અને આલિયાને ઍરપોર્ટ પર જોતાં જ પાપારાઝીએ તેમને જીજી અને જિજુ કહ્યા હતા. આ બન્ને ઘણા સમયથી ફિલ્મના શૂટિંગ અને પ્રમોશનમાં વ્યસ્ત હતાં. એથી હવે એકબીજા સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરી શકે એ માટે હૉલિડે પર ચાલ્યાં છે. રણબીરે વાઇટ પૅન્ટ પર લાઇટ બ્લુ શર્ટ પહેર્યું હતું. આલિયા બ્લૅક આઉટફિટમાં દેખાઈ હતી. બન્નેએ સનગ્લાસિસ પહેર્યા હતા. તેમને જોઈને પાપારાઝીએ કહ્યું કે નાઇસ લુક. તો રણબીરે પૂછ્યું કે કિસકા લુક? તો પાપારાઝીએ રણબીરનું નામ જણાવ્યું તો એના પર આલિયાએ પણ સવાલ કર્યો કે ઔર મેરા લુક?
રણબીર જ્યારે આલિયાને પોતાની નજીક લઈ લે છે તો તે શરમાઈ જાય છે. તેમનો આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. તેમના ફૅન્સ તેમની પ્રશંસા કરી રહ્યા છે. એકે લખ્યું કે હિટ જોડી હૈ બૉસ.