‘બ્રહ્માસ્ત્ર 2’ પહેલા ભાગ કરતાં દસ ગણી ભવ્ય બનશે : રણબીર

25 October, 2023 02:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ ત્રણ પાર્ટમાં બનશે. આયાન મુખરજી એ ફિલ્મને દસ ગણી ભવ્ય બનાવવા માગે છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ‘બ્રહ્માસ્ત્ર’ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. એની હવે  સીક્વલ ‘બ્રહ્માસ્ત્ર 2’ બનવાની છે. આ ફિલ્મ ત્રણ પાર્ટમાં બનશે. આયાન મુખરજી એ ફિલ્મને દસ ગણી ભવ્ય બનાવવા માગે છે. બીજા પાર્ટની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે. એ વિશે રણબીરે કહ્યું કે ‘ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર 2’ લખવી મુશ્કેલ છે. અમે આખો સમય એના પર કામ કરીએ છીએ. ગયા અઠવાડિયે જ આયાને મને એ ફિલ્મનું નૅરેશન સંભળાવ્યું હતું અને આ વખતે પાર્ટ-વન કરતાં એના આઇડિયા, એના વિચાર અને કૅરૅક્ટરથી દસ ગણી વધુ ભવ્ય બનવાની છે. તે હાલમાં ‘વૉર 2’માં કામ કરી રહ્યો છે. એથી આવતા વર્ષે એ ફિલ્મ પૂરી થવાની છે. અમે આવતા વર્ષના અંતે અથવા ૨૦૨૫ની શરૂઆતમાં એનું શૂટિંગ શરૂ કરવાનાં છીએ. જોકે ફિલ્મ પર હજી ઘણુંબધુ કામ કરવાનું બાકી છે.’
‘બ્રહ્માસ્ત્ર’ની ખૂબ ટીકા કરવામાં આવી હતી, એના પર ખાસ ધ્યાન આપવાનું જણાવતાં રણબીરે કહ્યું કે ‘અમારી ફિલ્મની જે પ્રકારે ટીકા કરવામાં આવી હતી એ અમે સમજીએ છીએ. કઈ બાબત કામ કરશે અને કઈ બાબત કામ નહીં કરે એ બધા પર અમે ધ્યાન આપ્યું છે. શિવા અને ઈશાની કેમિસ્ટ્રીને લઈને જે ટીકા કરવામાં આવી હતી એના પર કામ કરવામાં આવશે અને આ વખતે વધુ સારું કરવાનો અમે પ્રયાસ કરીશું.’

ranbir kapoor alia bhatt ayan mukerji bollywood news bollywood gossips bollywood entertainment news