રણબીર માટે 835 કરોડનું બજેટ?

14 May, 2024 06:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામાયણ અત્યાર સુધીની ભારતની સૌથી વધારે બજેટ ધરાવતી ફિલ્મ

ણબીર કપૂરની ‘રામાયણ’ની તસવીર

રણબીર કપૂરની ‘રામાયણ’ અત્યાર સુધીની સૌથી વધુ બજેટ ધરાવતી ફિલ્મ બની હોવાની ચર્ચા છે. બૉલીવુડની અત્યાર સુધી રણબીરની ‘બ્રહ્માસ્ત્ર’ સૌથી વધુ બજેટમાં બનેલી ફિલ્મના લિસ્ટમાં પ્રથમ ક્રમે હતી. જોકે હવે એ લિસ્ટમાં ‘રામાયણ’ પ્રથમ ક્રમે આવી ગઈ છે. આ ફિલ્મ પાછળ ૮૩૫ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હોવાની ચર્ચા છે. ‘રામાયણ’ને અત્યાર સુધી ઘણી રીતે એટલે કે ટીવી અને ફિલ્મ તરીકે બનાવવામાં આવી છે, પણ એને હવે ભવ્ય બનાવવા માટે ખૂબ મહેનત કરવામાં આવી રહી છે. આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન કેટલીક વિઝ્‍યુઅલ ઇફેક્ટ્સનો સમાવેશ કરવામાં આવશે તેમ જ એ શૂટ પૂરું થઈ ગયા બાદ પોસ્ટ-પ્રોડક્શન માટે ૬૦૦ દિવસ લાગશે એવી ચર્ચા છે. જોકે એ સમય ઓછો કરવા માટે વિવિધ કંપનીઓને કામે લગાડવામાં આવશે એવી પણ શક્યતા છે. આ ફિલ્મને હૉલીવુડના લેવલની બનાવવાનું પ્લાનિંગ છે. ‘બ્રહ્માસ્ત્ર’માં એ લેવલે પહોંચવાની કોશિશ કરવામાં આવી હતી અને ‘રામાયણ’ દ્વારા એક સ્ટેપ આગળ વધવાની કોશિશ કરવામાં આવશે.

ભારતની અત્યાર સુધીની સૌથી વધુ બજેટમાં બનનારી ટૉપ ફાઇવ ફિલ્મો

ફિલ્મનું નામ

બજેટ (રૂપિયામાં)

2.0

૫૭૦ કરોડ

RRR

૫૫૦ કરોડ

આદિપુરુષ

૫૦૦ કરોડ

બ્રહ્માસ્ત્ર

૪૫૦ કરોડ

સાહો

૩૫૦ કરોડ

ranbir kapoor entertainment news bollywood buzz bollywood news social media