08 February, 2024 06:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકી કૌશલ , રણબીર કપૂર , આલિયા ભટ્ટ
સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’ માટે રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલે તેમની તારીખો બ્લૉક કરી દીધી છે. સંજય લીલા ભણસાલી તેમની ફિલ્મો ગ્રૅન્ડ લેવલ પર બનાવવા માટે જાણીતા છે. લવ ઍન્ડ વૉરને આ ફિલ્મમાં એક અલગ જ અંદાજમાં દેખાડવા માટે સંજય લીલા ભણસાલી ઉત્સુક છે. આ ફિલ્મને લઈને ત્રણેય ઍક્ટર્સે ૨૦૨૫ની ક્રિસમસ સુધીની તારીખો બ્લૉક કરી દીધી છે. આ ફિલ્મમાં જેટલા મોટા ઍક્ટર્સને પસંદ કરવામાં આવ્યા છે એટલી જ ફિલ્મને મોટી બનાવવામાં આવશે. આ ફિલ્મના મ્યુઝિક પર પણ ખૂબ જ ફોકસ કરવામાં આવશે. ત્રણેય ઍક્ટર્સ દ્વારા અગાઉ એકમેક સાથે કામ કર્યું છે. જોકે તેઓ ત્રણેય પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ગ્રે ભૂમિકામાં જોવા મળશે એવી ચર્ચા છે. આ ફિલ્મને આવતા વર્ષે ક્રિસમસ પર રિલીઝ કરવામાં આવશે.