Ranbir-Alia Wedding : તેરી યાદ આયી...

15 April, 2022 02:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીડિયાને રિફ્રેશમેન્ટ્સ

તસવીર : સતેજ શિંદે

૧૬ એપ્રિલે યોજાનારું રણબીર અને આલિયાનું રિસેપ્શન હવે તાજ હોટેલમાં નહીં થાય, પરંતુ તેમના વાસ્તુ અપાર્ટમેન્ટમાં જ થશે એવી ચર્ચા છે જેમાં માત્ર ૧૦૦ લોકોને જ ઇન્વાઇટ કરવામાં આવશે

નીતુ કપૂરે દીકરા રણબીર કપૂરનાં લગ્નમાં રિશી કપૂરને ખૂબ મિસ કર્યા હતા. નીતુ કપૂરે હાથમાં મૂકેલી મેંદીમાં રિશી લખાવ્યું છે. તો તેમની દીકરી રિદ્ધિમા કપૂર સાહનીએ પણ મેંદી દેખાડી હતી. આ લગ્નમાં કરીના કપૂર ખાન હસબન્ડ સૈફ અલી ખાન અને બે દીકરા તૈમુર અને જેહ સાથે પહોંચી હતી. કરીનાએ બેબી પિન્ક સાડી પહેરી હતી. એના પર સિલ્વર વર્ક હતું. તેણે હેવી નેકલેસ, ઇઅર-રિંગ્સ અને માંગટીકો પહેર્યાં હતાં. સૈફે પિન્ક કુરતો અને આઇવરી જૅકેટ અને પાયજામો પહેર્યો હતો. રણબીર-આલિયાનાં લગ્નમાં શમ્મી કપૂરનાં વાઇફ નીલા દેવી, રણધીર કપૂર, કરિશ્મા કપૂર, મહેશ ભટ્ટ, પૂજા ભટ્ટ, આલિયાની મમ્મી સોની રાઝદાન, આલિયાની બહેન શાહીન ભટ્ટ, લવ રંજન, શ્વેતા બચ્ચન, નવ્યા નવેલી નંદા, કરણ જોહર, અયાન મુખરજી અને અંબાણી પરિવારમાંથી આકાશ અને શ્લોકાએ પણ હાજરી આપી હતી. 

મીડિયાને રિફ્રેશમેન્ટ્સ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તેમનાં લગ્ન બાદ તેમની એક ઝલક જોવા માટે ઊભેલા મીડિયા પર્સનને રિફ્રેશમેન્ટ્સ સર્વ કર્યાં હતાં. તેમના વાસ્તુ અપાર્ટમેન્ટની બહાર મીડિયા ઊભું રહીને મહેમાનોની ઝલક કૅપ્ચર કરતું હતું. એ રિફ્રેશમેન્ટ બૉક્સમાં સમોસા, સૅન્ડવિચ, ચિપ્સ અને ગુલાબજાંબુ હતા. ન્યુલી મૅરિડ આ કપલની આવી લાગણીથી તેઓ પણ પ્રભાવિત થયાં હતાં.

entertainment news bollywood bollywood news bollywood gossips alia bhatt ranbir kapoor