13 December, 2022 03:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામચરણ
રામચરણ અને તેની વાઇફ ઉપાસના પેરન્ટ્સ બનવાનાં છે. આ બન્નેનાં લગ્ન ૨૦૧૨માં થયાં હતાં. રામચરણ હાલમાં તેની ‘RRR’ની સફળતાને એન્જૉય કરી રહ્યો છે. આ ગુડ ન્યુઝ રામચરણ અને તેના ડૅડી ચિરંજીવીએ સોશ્યલ મીડિયામાં શૅર કર્યા છે.
ભગવાન હનુમાનનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને એના પર રામચરણે કૅપ્શન આપી હતી, ‘શ્રી હનુમાનજીના આશીર્વાદથી ઉપાસના અને રામચરણ એક ખુશીના સમાચાર શૅર કરી રહ્યા છીએ કે અમે પહેલા બાળકના પેરન્ટ્સ બનવાનાં છીએ.’