01 November, 2022 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમારની રામ સેતુ
દિવાળી દરમ્યાન રિલીઝ થયેલી ‘રામ સેતુ’એ છ દિવસમાં ૫૬ કરોડનો બિઝનેસ કર્યો છે. આ સાથે જ રિલીઝ થયેલી ‘થૅન્ક ગૉડ’એ ૨૯.૨૫ કરોડનું કલેક્શન કર્યું છે. ‘રામ સેતુ’માં અક્ષયકુમાર, જૅકલિન ફર્નાન્ડિસ અને નુસરત ભરૂચા લીડ રોલમાં જોવા મળી રહ્યાં છે. ફિલ્મને અભિષેક શર્માએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મે મંગળવારે ૧૫.૨૫ કરોડ, બુધવારે ૧૧.૪૦ કરોડ, ગુરુવારે ૮.૭૫ કરોડ, શુક્રવારે ૬.૦૫ કરોડ, શનિવારે ૭.૩૦ કરોડ અને રવિવારે ૭.૨૫ કરોડની સાથે કુલ ૫૬ કરોડનો બિઝનેસ કર્યો છે. ‘થૅન્ક ગૉડ’માં અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલપ્રીત સિંહ લીડ રોલમાં છે. ઇન્દ્ર કુમારે ફિલ્મને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મે મંગળવારે ૮.૧૦ કરોડ, બુધવારે ૬ કરોડ, ગુરુવારે ૪.૧૫ કરોડ, શુક્રવારે ૩.૩૦ કરોડ, શનિવારે ૩.૭૦ કરોડ અને રવિવારે ૪ કરોડની સાથે કુલ મળીને ૨૯.૨૫ કરોડનો વકરો કર્યો છે.