17 January, 2023 03:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જુનિયર એનટીઆર અને રામચરણ એસ. એસ. રાજામૌલીની ફિલ્મ RRRના `નાટું નાટું` ગીતમાં
રામ ચરણે જણાવ્યું કે ‘RRR’ના ગીત ‘નાટુ નાટુ’ના શૂટિંગ અગાઉ મને બે વખત લિગાટેન્ટ્સ ટેર થયાં હતાં. આ ગીતનાં સ્ટેપ્સ ખરેખર અદ્ભુત છે. રામ ચરણ અને જુનિયર એનટીઆરે આ ગીત માટે ખૂબ મહેનત કરી હતી. આ જ કારણ છે કે ગીતને એટલી પ્રસિદ્ધિ મળી રહી છે. આ ગીતના શૂટિંગ અગાઉ ઈજા થઈ હોવાનું જણાવતાં રામ ચરણે કહ્યું કે ‘મને સેટ પર ઑફ ધ કૅમેરા ઈજા થઈ હતી. મારાં લિગામેન્ટ્સ ટેર થયાં હતાં. મારું એન્ટિરિયર ક્રુશીએટ લિગામેન્ટ પણ ટેર થયું હતું. આ બે વખત ટિયર થયું હતું. હું ત્રણ મહિના સેટ પર નહોતો ગયો. હું રિહૅબ કરી રહ્યો હતો, પોતાને ફિટ કરી રહ્યો હતો અને એ પછી તરત સીધો યુક્રેન ગયો ‘નાટુ નાટુ’ના શૂટિંગ માટે. હું ખૂબ ડરી ગયો હતો કે શું હું આ કરી શકીશ? મને રોલર કોસ્ટર રાઇડ જેવો એહસાસ થતો હતો અને એમાં અલગ-અલગ પ્રકાર આવતા હતા. આ ફિલ્મમાં ઍક્શન, ડ્રામા, થોડું થ્રિલર અને મ્યુઝિકલ પણ હતું. આટલા બધા પ્રકાર એકસાથે લાવવું અઘરું હતું. જોકે એમ છતાં આ ફિલ્મને હટકે બનાવવા માટે રાજામૌલીએ ખૂબ મહેનત કરી હતી.’
આ પણ વાંચો : ‘RRR’ને પ્રેમ ભારતના દર્શકોએ આપવો જોઈતો હતો એટલો પ્રેમ જપાને આપ્યો છે : એનટીઆર
બ્રૅડ પિટ અને ટૉમ ક્રૂઝ પાસેથી પ્રેરણા લેવાની વાત કરતાં રામ ચરણે કહ્યું કે ‘મેં કદી બ્રૅડ પિટ અને ટૉમ ક્રૂઝની ફિલ્મ જોવાની બાકી નથી રાખી. તેમને હું નાનપણથી જોતો આવ્યો છું. તેમને ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન હૉલીવુડ’ અને ‘ટૉપ ગન : મૅવરિક’માં જોઈને લાગે છે કે તેમની ઉંમર વધી જ નથી રહી. તેઓ આજે પણ એવા જ દેખાય છે. ટૉમ ૩૮ વર્ષથી એવા જ દેખાય છે. તેઓ સમયની સાથે વધુ ઉત્કૃષ્ટ બનતા જાય છે અને અમને એક ફૅન્સ તરીકે તેઓ અમને આકર્ષિત કરે છે.’