27 March, 2024 01:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રામ ચરણ (તસવીર સૌજન્ય મિડ-ડે)
રામચરણે (Ram Charan) પોતાના જન્મદિવસે (Birthday) દીકરી અને પત્ની સાથે તિરુપતિ (Tirupati Balaji) બાલાજીના દર્શન કર્યા, આ દરમિયાન રામચરણની પત્ની ઉપાસનાને સાડીના પાલવથી દીકરીનો ચહેરો ઢાંકી દીધો હતો.
Ram Charan Birthday: રામ ચરણ આજે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સાઉથમાં એક્ટરના ચાહકો વચ્ચે તેમના જન્મદિવસની ધૂમ જોવા મળે છે. એક્ટરે પોતાના જન્મદિવસની શરૂઆત પ્રભુના દર્શન કરવાથી કરી છે. આ અવસરે રામચરણ દીકરી કિલ્ન કારા અને પત્ની ઉપાસના સાથે તિરુપતિમાં બાલાજીના દર્શન કરી તેમના આશીર્વાદ લેવા પહોંચ્યા.
આ દરમિયાનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન ઉપાસની પોતાની દીકરીને મીડિયાથી બચાવતી પણ જોવા મળી.
પરિવાર સાથે કર્યા દર્શન
Ram Charan Birthday: અભિનેતાએ તેની પત્ની ઉપાસના કામિનેની અને પુત્રી ક્લીન કારા સાથે તિરુપતિમાં બાલાજીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અભિનેતા સફેદ રંગના ધોતી કુર્તામાં જોવા મળ્યો હતો. તો ઉપાસના પિંક કલરની સાડીમાં જોવા મળી હતી.
ઉપાસનાએ પોતાની દીકરીનો ચહેરો મીડિયાથી છુપાવ્યો હતો
આ પ્રસંગે ઉપાસનાના ખોળામાં કિલ્ન કારા પણ જોવા મળી હતી. મીડિયાને જોઈને તેણે પોતાની સાડી વડે લાડકડીનો ચહેરો છુપાવી દીધો.
`ગેમ ચેન્જર`માં જોવા મળશે
રામ ચરણની આગામી ફિલ્મોની વાત કરીએ તો તેની પાસે ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે. આમાંથી એક ફિલ્મ `ગેમ ચેન્જર` (Game Changer) છે. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. તેને એક્શન ડ્રામા ફિલ્મ માનવામાં આવી રહી છે. રિપોર્ટ્સ પ્રમાણે, રામ ચરણ આ ફિલ્મમાં IAS ઑફિસરની ભૂમિકા ભજવશે.
આ ફિલ્મમાં રામ ચરણ સાથે અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani) જોવા મળશે. આ સિવાય તે `ઇન્ડિયન 2`, RC 16 અને RC 17માં પણ જોવા મળશે. આ માટે અભિનેતાએ નિર્દેશક સુકુમાર સાથે હાથ મિલાવ્યા છે.
(Ram Charan Birthday) નોંધનીય છે કે રામ ચરણ તેના ફૅન્સને આજે બર્થ-ડે ગિફ્ટ આપવાનો છે. તેની આગામી ફિલ્મ ‘ગેમ ચેન્જર’નું ગીત ‘જરાગાંડી’ આજે રિલીઝ થશે. રામ ચરણનો જન્મ ૧૯૮૫ની ૨૭ માર્ચે થયો હતો. તે આજે ૩૯ વર્ષનો થઈ રહ્યો છે અને ૪૦મા વર્ષમાં પ્રવેશી રહ્યો છે. થોડા દિવસ પહેલાં જાહ્નવી કપૂર સાથેની તેની આગામી ફિલ્મનું મુહૂર્ત શૂટ કરવામાં આવ્યું હતું તેમ જ બે દિવસ પહેલાં તેની ‘પુષ્પા : ધ રાઇઝ’ના ડિરેક્ટર સુકુમાર સાથેની આગામી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. બની શકે કે આ ફિલ્મનું નામ પણ જાહેર કરવામાં આવે અને ‘ગેમ ચેન્જર’ની રિલીઝ-ડેટ પણ જાહેર કરવામાં આવી શકે. આ સાથે જ આજે તેની ‘મગધીરા’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ પણ થિયેટર્સમાં કરવામાં આવી રહ્યું છે.