સફળ રિલેશનનો મંત્ર આપ્યો રકુલે

12 February, 2024 06:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રકુલ પ્રીત સિંહ અને જૅકી ભગનાણી ઘણા વખતથી રિલેશનમાં છે. તેઓ ૨૧ ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કરવાનાં છે.

રકુલ પ્રીત સિંહ

રકુલ પ્રીત સિંહ અને જૅકી ભગનાણી ઘણા વખતથી રિલેશનમાં છે. તેઓ ૨૧ ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કરવાનાં છે. લગ્નનાં ફંક્શન ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થવાનાં છે. તેમનાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રિલેશનને લાંબા સમય સુધી ટકાવી રાખવા અને એને સફળ બનાવવાનો રકુલે મંત્ર આપ્યો છે. એ વિશે રકુલે કહ્યું કે ‘આ કોઈ એક મંત્ર નથી, પરંતુ મને એવું લાગે છે કે સૌથી અગત્યનું એ છે કે અન્યને કમ્પ્લીટ કરતાં પહેલાં પોતાની જાતને સંપૂર્ણ બનાવો. આ જ બાબત વિશે મેં અને જૅકીએ અગાઉ ચર્ચા કરી હતી. એકમેકને ડેટિંગ કરવાની શરૂઆત કરી એ પહેલાં અમે કોઈ પણ પ્રકારની અસલામતીની લાગણીને ધ્યાનમાં રાખ્યા વગર પોતાની કમજોરી પર ધ્યાન આપીને એના પર કામ કરવા પર ભાર મૂક્યો હતો. જો બેમાંથી એકાદ પાર્ટનર અસલામતી અનુભવતો હોય તો એ સંબંધ હેલ્ધી ન ગણાય.’

rakul preet singh entertainment news bollywood news bollywood buzz bollywood