14 October, 2022 04:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રકુલપ્રીત સિંહ
રકુલપ્રીત સિંહનાં લગ્ન જૅકી ભગનાણી સાથે આવતા વર્ષે થવાનાં છે એવી અફવા પર તેણે જણાવ્યું કે મારી લાઇફ વિશે મને જ જાણ નથી. રકુલપ્રીતના ભાઈ અમનપ્રીતે કન્ફર્મ કર્યું છે કે આ બન્ને એક વર્ષથી રિલેશનમાં છે એથી તેઓ ટૂંક સમયમાં લગ્ન કરવાનાં છે. એ વિશે અમનપ્રીતે કહ્યું કે ‘જૅકી ભગનાણીના કેટલાક પ્રોજેક્ટ્સમાં રકુલે કામ કર્યું છે. હા, લગ્ન તો બન્ને કરવાનાં છે, પરંતુ હજી સુધી કોઈ પ્લાનિંગ નથી. લગ્ન કરવાનું જ્યારે નક્કી કરવામાં આવશે ત્યારે તે જાતે જ જાહેર કરશે. કોઈ પણ રિલેશનમાં લગ્ન ક્લાઇમૅક્સ છે. ભારતીય સિનેમામાં જૅકી ટૉપ પ્રોડ્યુસરમાંનો એક છે. તેના માઇન્ડમાં હજી અનેક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. બન્ને હાલમાં તેમની લાઇફમાં બિઝી છે. તેમનાં પોતાનાં લક્ષ્ય છે.’
આ વાત રકુલની જાણમાં આવતાં જ તેણે એ ન્યુઝની કૉપી ટ્વિટર પર શૅર કરી હતી. સાથે જ પોતાના ભાઈ અમનપ્રીતને ટૅગ કરીને ટ્વિટર પર રકુલે ટ્વીટ કર્યું હતું, ‘તેં જ જાતે નક્કી કરી લીધું અને મને જણાવ્યું પણ નહીં ભાઈ? આ ખરેખર મજેદાર છે કે મારી લાઇફ વિશે મને જ જાણ નથી.’