31 August, 2023 04:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રક્ષાબંધન હોવાથી જૅકી શ્રોફે તેમના બાળકો ટાઇગર અને ક્રિષ્ના શ્રોફ ના બાળપણનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં શૅર કર્યો હતો.
જૅકી શ્રોફનું કહેવું છે કે તેમનાં બાળકો ટાઇગર અને ક્રિષ્ના શ્રોફ બન્ને બાળપણથી એકમેકને પ્રોટેક્ટ કરતાં આવ્યાં છે. ગઈ કાલે રક્ષાબંધન હોવાથી જૅકી શ્રોફે તેમના બાળપણનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં શૅર કર્યો હતો. આ ફોટોને રીશૅર કરીને બન્ને ભાઈ-બહેને એકમેકને રક્ષાબંધનની શુભેચ્છા પણ પાઠવી હતી. ટાઇગર તેની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે ત્યારે ક્રિષ્ના ઇન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ અવતારને લઈને ચર્ચામાં રહે છે. તેમનો ફોટો શૅર કરીને જૅકી શ્રોફે કૅપ્શન આપી હતી કે ‘બન્ને બાળપણથી એકમેકને પ્રોટેક્ટ કરતાં આવ્યાં છે. ટાઇગર અને ક્રિષ્ના મારા દિલનો ગર્વ અને મારી ખુશી છે.’