રાકેશ ઓમપ્રકાશ મેહરાએ ફરહાન અખ્તરને ઑફર કરી હતી `રંગ દે બસંતી`

15 April, 2024 08:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફરહાને પોતાના પાત્રને સારું બનાવવા માટે હંમેશાથી યોગ્ય પગલાં આગળ વધાર્યા છે. પોતાના કામને લઈને તેમની ડેડિકેશનની કોઈ લિમિટ નથી કારણકે તે હંમેશાં પોતાનું બેસ્ટ આપવામાં વિશ્વાસ રાખે છે.

ફરહાન અખ્તર

Rang De Basanti to Farhan Akhtar: ફરહાન અખ્તર એક એવી વર્સેટાઈલ સેલિબ્રિટી છે, જે એક્ટર, ડિરેક્ટર, રાઇટિંગથી લઈને ગીતને કમ્પોઝ કરવાથી માંડીને ગાય પણ છે. એવામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ફરહાને કેટલી સારી ફિલ્મો લખી છે અને તેમાં કામ પણ કર્યું છે અને જણાવવાનું કે તે ફિલ્મો આજે પણ આપણી સ્મૃતિમાં જળવાયેલી છે. ફરહાને પોતાના પાત્રને સારું બનાવવા માટે હંમેશાથી યોગ્ય પગલાં આગળ વધાર્યા છે. પોતાના કામને લઈને તેમની ડેડિકેશનની કોઈ લિમિટ નથી કારણકે તે હંમેશાં પોતાનું બેસ્ટ આપવામાં વિશ્વાસ રાખે છે.

શું તમે જાણો છો કે ફિલ્મમેકર રાકેશ ઓમપ્રકાશ મેહરા તે પહેલા શખ્સ હતા, જેમણે ફરહાનને પોતાની ફિલ્મ રંગ દે બસંતી માટે તેમને પહેલા રોલ ઑફર કર્યો હતો. જી હા! પોતાના એક ઈન્ટરવ્યૂમાં જાણીતા ફિલ્મમેકરે કહ્યું કે તેમણે ફરહાનને કરણનું પાત્ર ઑફર કર્યું હતું, જેના પછી સિદ્ધાર્થે તે ભજવ્યું. તે સમયે ફરહાન તે ફિલ્મ એ કારણસર નહોતો કરી શક્યો કારણકે ત્યારે તે ડિરેક્ટિંગ, ફિલ્મ મેકિંગ અને પોતાના રાઇટિંગ કરિઅર પર ધ્યાન આપવા માગતા હતા.

આ વિશે વાત કરતા રાકેશ ઓમપ્રકાશ મેહરાએ કહ્યું, "તમે વિશ્વાસ નહીં કરો, મેં તેમને રંગ દે બસંતી ઑફર કરી હતી. આ 2004ની વાત છે અને મેં ભાગ મિલ્ખા ભાગ 2013 બનાવી. અને તેમને ના ન પાડી, તેમની આંખોમાં ચમક અને સ્માઈલ હતી. તેમણે મને કહ્યું હતું, `મેં હજી અત્યારે જ `દિલ ચાહતા હૈ` કરી છે અને તમે ઈચ્છો છો કે હું એક્ટ કરું." મારો અર્થ છે કે તેમણે વિચાર્યું હશે, "તે મારામાં એક્ટિંગ માટે શું જોઈ રહ્યો છે? હું લક્ષ્ય બનાવી રહ્યો છું અને તે મને એક્ટ કરવા માટે કહી રહ્યો છે." 

Rang De Basanti to Farhan Akhtar: વર્ક ફ્રન્ટ પર, ફરહાન અખ્તર જુલાઈથી પોતાની આગામી અનટાઈટલ્ડ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, સાથે જ તે ટૂંક સમયમાં જ રણવીર સિંહ સ્ટારર પોતાની નેક્સ્ટ ડાયરેક્ટોરિયલ ફિલ્મ `ડૉન 3`ની પણ તૈયારી કરી રહ્યો છે.

ફરહાન અખ્તર તેની ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ની સીક્વલ નહીં બનાવે. તેની આ ફિલ્મ ૨૦૦૧માં રિલીઝ થઈ હતી. એની સીક્વલને લઈને તેને સતત સવાલ કરવામાં આવે છે. આ ફિલ્મની સ્ટોરી ત્રણ ફ્રેન્ડ્સ આમિર ખાન, અક્ષય ખન્ના અને સૈફ અલી ખાનની હતી. આ ફિલ્મ દ્વારા ફરહાને ડિરેક્શનની શરૂઆત કરી હતી. ફિલ્મની સીક્વલને લઈને તેનું કહેવું છે કે તેને એ ખૂબ ગમે છે કે લોકો આજે પણ આ ફિલ્મને આટલો પ્રેમ આપે છે. સીક્વલ પરના સવાલ વિશે ફરહાન કહે છે, ‘હું હંમેશાં એની પ્રશંસા કરું છું. મને ક્યારેય એનો જવાબ આપવામાં કંટાળો નથી આવતો. જોકે મને નથી લાગતું કે મારે ‘દિલ ચાહતા હૈ 2’ બનાવવી જોઈએ. એ ફિલ્મમાં જે કંઈ દેખાડવું હતું અને મારે જે કંઈ કહેવું હતું એ હું કહી ચૂક્યો છું. હવે એની સીક્વલ બનાવવી એટલે એની સ્ટોરીમાં કંઈક નવું ઉમેરવામાં આવે, પરંતુ મને એની જરૂર નથી લાગતી.’

farhan akhtar rang de basanti ranveer singh bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news