23 January, 2025 09:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બિરદાવી અક્ષય કુમારની સ્કાય ફોર્સને બિરદાવી ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે
અક્ષય કુમારની નેક્સ્ટ ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ આવતી કાલે રિલીઝ થવાની છે અને હાલમાં અક્ષય એ ફિલ્મનું જબરદસ્ત પ્રમોશન કરી રહ્યો છે. તાજેતરમાં આ ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ યોજાયું હતું જેમાં ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે ખાસ હાજરી આપી હતી. આ ફિલ્મના સ્ક્રીનિંગનું આયોજન દિલ્હીના ઍર ફોર્સ ઑડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગની તસવીરો રાજનાથ સિંહે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર શૅર કરી હતી અને ઍર ફોર્સના ઑફિસર્સનું સાહસ દર્શાવતી આ ફિલ્મ બનાવવા બદલ મેકર્સના પ્રયાસોને બિરદાવ્યા હતા.
આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે વીર પહારિયા જોવા મળશે. ‘સ્કાય ફોર્સ’ વીરની પહેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધની રિયલ સ્ટોરી દર્શાવવામાં આવી છે. અક્ષય કુમાર અને વીર પહારિયા ઉપરાંત આ ફિલ્મમાં સારા અલી ખાન અને નિમ્રત કૌર પણ છે. અક્ષય કુમારનું પાત્ર વિન્ગ કમાન્ડર ઓ. પી. તનેજા પર આધારિત છે, જ્યારે વીર પહારિયા સ્વર્ગસ્થ સ્ક્વૉડ્રન લીડર અમજદ બી. દેવૈયાના રોલમાં જોવા મળશે.
આ ફિલ્મ વિશે વાત કરતાં એક ઇન્ટરવ્યુમાં વીરે જણાવ્યું હતું કે ‘પહેલી ફિલ્મ તરીકે ‘સ્કાય ફોર્સ’માં કામ કરવાનો મારો અનુભવ બહુ રોમાંચક રહ્યો. હું આ ફિલ્મમાં રિયલ લાઇફ હીરોનો રોલ ભજવી રહ્યો છું. આ વાત એક મોટી તક છે અને જવાબદારી પણ છે. આપણી ભવિષ્યની પેઢી રિયલ હીરોને ઓળખે એ બહુ
જરૂરી છે.’