રાજમા-ચાવલ ને આલૂ પરાઠાનો શોખીન છે રાજકુમાર રાવ

10 May, 2024 06:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈના વડાપાંઉ વિશે રાજકુમાર કહે છે, ‘વડાપાંઉ પણ સારાં છે

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ મૂળ ગુરુગ્રામનો છે. જોકે જ્યારે ફૂડની વાત આવે તો તેને દિલ્હીનું ફૂડ ખૂબ ગમે છે. તેને રાજમા-ચાવલ અને આલૂ પરાઠા અતિશય પ્રિય છે. ફૂડ વિશે રાજકુમાર કહે છે, ‘મને એવું લાગે છે કે દિલ્હીનું ફૂડ ઘણું સારું છે. હું શાકાહારી છું. રાજમા-ચાવલ અને આલૂ પરાઠા મને ગમે છે. બાદમાં ચાટ પણ છે જે મને ગમે છે.’ મુંબઈના વડાપાંઉ વિશે રાજકુમાર કહે છે, ‘વડાપાંઉ પણ સારાં છે. જોકે હું વડાપાંઉ ખાઈને મોટો નથી થયો એથી એનો ટેસ્ટ ડેવલપ નથી થયો. જોકે એવી ઘણી ખાણીપીણીની વસ્તુઓ છે જેનો ટેસ્ટ મુંબઈમાં સારો છે. એથી બન્ને શહેરોની પોતાની સકારાત્મક અને નકારાત્મક બાબતો છે.’

entertainment news bollywood buzz bollywood news bollywood rajkummar rao mumbai food