04 August, 2019 11:55 AM IST | મુંબઈ
રાજકુમાર રાવ
‘જજમેન્ટલ હૈ ક્યા’માં જોવા મળેલા રાજકુમાર રાવનું કહેવું છે કે તે ઍક્ટિંગનાં મામલામાં પોતાની જાતને ગંભીરતાથી નથી લેતો. ગયા વર્ષે તેની હૉરર-કૉમેડી ‘સ્ત્રી’ અને ‘બરેલી કી બર્ફી’ રિલીઝ થઈ હતી, જે લોકોને પણ ખૂબ પસંદ પડી હતી. ‘શાહિદ’, ‘ન્યુટન’ અને ‘ક્વીન’ જેવી ફિલ્મોને કારણે પણ રાજકુમારને ખાસ્સી ખ્યાતિ મળી હતી. ‘શાહિદ’ને તો નૅશનલ અવૉર્ડ પણ મળ્યો હતો. ઍક્ટિંગ વિશે વાત કરતાં રાજકુમારે કહ્યું હતું કે ‘હું બધી નોર્મલ વસ્તુઓ કરું છું. હું એક સાધારણ વ્યક્તિ છું. મારી જાતને હું વધુ પડતો ગંભીરતાથી નથી લેતો. મને જે દિવસે એમ લાગશે કે મારામાં પરિવર્તન આવ્યું છે, એ દિવસે હું મારી જાતને કહીશ કે બસ હવે બ્રેક લઈ લે અને બેસી જા. ઍક્ટર બનવાનું કારણ એ નહોતું કે હું મારી જાતને પૈસા કે નામના માટે બદલી નાખું. હું મારા કામને ખરા અર્થમાં પ્રેમ કરું છું. એ રીતે જ હું એને જોઉં છું. સ્ટારડમ શું છે એ મને ખબર નથી. હું સુપર સ્ટારડમને જાણું છું. શાહરુખ ખાન સર, સલમાન ખાન સર, આમિર ખાન સર અને હૃતિક રોશન સરને હું ખૂબ પ્રેમ કરું છું. જો તમે મારા વિશે પૂછશો તો હું એમ કહીશ કે મને માત્ર કામ કરવું છે.’
આ પણ વાંચો : હરિયાણામાં પણ ટૅક્સ ફ્રી સુપર 30
સ્ક્રિપ્ટની પસંદગી કાળજી પૂર્વક કરતો હોવાનું જણાવતાં રાજકુમારે કહ્યું હતું કે ‘મારી પાસે જે પણ કામ આવે એને હું જો સ્વીકારવા લાગું તો એક વર્ષમાં મારી ઘણી બધી ફિલ્મો આવે જે મારે નથી કરવું. પસંદગીની બાબતમાં હું ખૂબ ચુઝી બની ગયો છું. હું મારી સ્ક્રિપ્ટની પસંદગી ખૂબ કાળજી પૂર્વક કરું છું. હું જે પણ ફિલ્મો કરું છું, જેમ કે ‘મેડ ઇન ચાઇના’ અથવા ‘તુર્રમ ખાન’. આ ફિલ્મો મને ખૂબ એક્સાઇટ કરે છે.’