સ્ત્રી 2ની સફળતા અમારી અપેક્ષા કરતાં વધુ છે : રાજકુમાર

27 August, 2024 09:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૧ દિવસમાં આ ફિલ્મે ભારતમાં ૪૦૧.૬૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે અને વર્લ્ડવાઇડ ૫૬૦ કરોડનું કલેક્શન કર્યું છે

ફિલ્મનો સીન

‘સ્ત્રી 2’ જે રીતે બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી રહી છે એને જોતાં રાજકુમાર રાવ કહે છે કે તેણે ધાર્યું નહોતું કે ફિલ્મ આટલી સફળ થશે. ૧૧ દિવસમાં આ ફિલ્મે ભારતમાં ૪૦૧.૬૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે અને વર્લ્ડવાઇડ ૫૬૦ કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મની સફળતા પર રાજકુમાર રાવ કહે છે, ‘અમને પૂરી ખાતરી હતી કે આ ફિલ્મને ખૂબ પ્રેમ મળશે, કારણ કે ‘સ્ત્રી’નું ફૅન-ફૉલોઇંગ ખૂબ છે. હું પોતે પણ ‘સ્ત્રી’નો મોટો ફૅન છું. જોકે ફિલ્મનો બિઝનેસ અમારી અપેક્ષા કરતાં વધુ છે. અમે અતિશય ખુશ અને ઉત્સુક છીએ. સાથે જ આભાર પણ વ્યક્ત કરીએ છીએ.’
વિવિધતાથી ભરેલા રોલ કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં રાજકુમાર કહે છે, ‘હું પ્રયાસ કરું છું કે અલગ પાત્રો પસંદ કરું. લોકો એમ ન કહેવા જોઈએ કે રાજ માત્ર ચોક્કસ પ્રકારની ફિલ્મો જ કરે છે. હું બધું જ કૉમેડી, ડ્રામા, બાયોપિક્સ, હૉરર-કૉમેડી અને ઍક્શન કરવા માગું છું. હું એક જ પ્રકારની ભૂમિકામાં બંધાવા નથી માગતો. અલગ-અલગ પાત્રો ભજવીને હું પોતાને ચૅલેન્જ આપવા માગું છું. એ જ વસ્તુ મને આગળ વધારે છે.’

rajkummar rao shraddha kapoor box office entertainment news bollywood bollywood news