સલમાન ખાનને મર્દોની કમજોરી માટેનું સૂપ વેચવા પહોંચ્યા રાજકુમાર રાવ....

20 October, 2019 04:36 PM IST  |  મુંબઈ

સલમાન ખાનને મર્દોની કમજોરી માટેનું સૂપ વેચવા પહોંચ્યા રાજકુમાર રાવ....

સલમાન ખાન અને રાજકુમાર રાવ

બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવ હાલ પોતાની અપકમિંગ ફિલ્મ મેઈડ ઈન ચાઈનાનું પ્રમોશન કરી રહ્યા છે. ફિલ્મનું પ્રમોશન કરવા માટે રાજકુમારે એક અલગ જ રીત અપનાવી છે. પ્રમોશન દરમિયાન તેઓ સ્ટાર્સને મર્દોની કમજોરીની દવા વેચી રહ્યા છે. જી હાં, તમે સાચું વાંચી રહ્યા છો. મેઈડ ઈન ચાઈનાના પ્રમોશન માટે રાજકુમાર આવું સૂપ વેચી રહ્યા છે.

ફિલ્મમાં રાજકુમાર એક બિઝનેસમેન બન્યા છે જે પોતાના સપના પુરા કરવા માટે ચીન પહોંચી જાય છે અને અહીં જ મળે છે સક્સેસનો એવો ફૉમ્યુલા મળે છે જેનાથી તે દુનિયાભરમાં છવાઈ જાય છે. રાજકુમાર તેને જ સક્સેસનો ફૉમ્યૂલાને પ્રમોશન દરમિયાન મળી રહ્યા છે. હાલમાં જ તેમને શ્રદ્ધા કપૂરને મર્દાન કમજોરીની દવા વેચી હતી કારણ કે સ્ત્રી પુરૂષોને ઉઠાવીને લઈ જાય છે. હવે તેઓ પોતાની દવા વેચવા માટે સલમાન ખાન પાસે પહોંચી ગયા છે.


રાજકુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે સલમાન ખાન સાથે છે. તેમના હાથમાં મેજિક સૂપ છે. રાજકુમાર, સલમાન ખાન પાસે પહોંચીને કહે છે કે, 'સલમાન ખાન તમને ખબર હશે કે અમે લોકો અમારી દવા વેચી રહ્યા છે, જે છે મેજિક સૂપ, જેમાં બહુ જ તાકાત છે અને તે મર્દોને કામ આવે છે. મર્દોમાં જે કમજોરી હોય છે તે આનાથી ઠીક થઈ જાય છે.' જેના પર સલમાન ખાન કહે છે કે મારામાં એવી કોઈ કમજોરી નથી. જેના પર રાજકુમાર કહે છે કે, અમે તો માત્ર અમારી પ્રોડક્ટ વિશે જણાવવા આવ્યા છે, અમારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે 25 ઑક્ટોબરે. આ દરમિયાન મૌની રૉય પણ સાથે હોય છે.


આ પહેલા રાજકુમાર રાવે શ્રદ્ધા કપૂરને સૂપ વેચવાની કોશિશ કરી હતી. રાજકુમારને તેનો વીડિયો ઈન્સ્ટા પર શેર કર્યો હતો. વીડિયોમાં રાજકુમાર રાવ એક ઘરમાં ઉભા છે ત્યારે શ્રદ્ધા કપૂર સ્ત્રી વાળા મૂડમાં તેની પાસે આવે છે અને તેનું નામ રઘૂ બોલાવે છે. જે બાદ રાજકુમાર શ્રદ્ધાને તેનું સૂપ વેચવાનો પ્રયાસ કરે છે.

Salman Khan rajkummar rao