09 April, 2019 11:17 AM IST | મુંબઈ
હવે દરબારમાં દેખાશે સુપરસ્ટાર રજનીકાંથ
થલૈવા રજનીકાંથની અપકમિંગ ફિલ્મ ફર્સ્ટ લૂક રિવીલ થઈ ચૂક્યો છે. રજનીકાંથની અપકમિંગ ફિલ્મ દરબારનો ફર્સ્ટ લૂક જાહેર કરાયો છે. આ લૂકમાં રજનીકાંથ એક ઓલરાઉન્ડર દેખાઈ રહ્યા છે.
રજનીકાંથે તાજેતરમાં જ એક ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યુ છે. સુપરસ્ટારની આ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કરી દેવાયો છે. ડિરેક્ટર એ. આર. મુર્ગદાસે 9 એપ્રિલે પહેલું પોસ્ટર જાહેર કર્યું છે. આ પોસ્ટરમાં રજનીકાંતના ચહેરા પાછળ, ગેટ વે ઓફ ઈન્ડિયા, પોલીસનો કૂતરો, હાથકડી, બેલ્ટ, બંદૂકો સહિતની સંખ્યાબંધ વસ્તુઓ દેખાઈ રહી છે. મળતી માહિતી મુજબ આ ફિલ્મમાં રજનીકાંથ પોલીસ અધિકારીના રોલમાં દેખાશે.
આ પણ વાંચોઃ સોંદર્યાના લગ્નમાં મન મૂકીને નાચ્યા રજનીકાંત, જુઓ વીડિયો
આ ફિલ્મમાં રજનીકાંતની સામે નયનતારાને કાસ્ટ કરાઈ છે. નયનતારાની થલાઈવા સાથે આ ચોથી ફિલ્મ છે. આ પહેલા બંને ચંદ્રમુખી, કુસેલન અને શિવાજીમાં રજનીકાંથ સાથે કામ કરી ચૂક્યા છે. તો ગજની અને થુપક્કી જેવી ફિલ્મો બનાવી ચૂકેલા ડિરેક્ટર મુર્ગદોસની રજનીકાંથ સાથે આ પહેલી ફિલ્મ છે. તો રજનીકાંથની જ ફિલ્મ પેટ્ટામાં મ્યુઝિક આપી ચૂકેલા અનિરુદ્ધ રવિચંદર પણ દરબારમાં મ્યુઝિક આપી રહ્ાય છે. આ ફિલ્મનું શૂટિંગ 10 એપ્રિલથી શરૂ થયું છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મને LYCA પ્રોડક્શન કરી રહ્યું છે. તેમણે રજનીકાંથની ફિલ્મ 2.0 પણ પ્રોડ્યુસ કરી હતી.