‘ગદર 2’ કરતાં આગળ રજનીકાન્તની ‘જેલર’

18 August, 2023 04:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સની દેઓલની ફિલ્મ સામે તામિલ ફિલ્મે વર્લ્ડ વાઇડ ૪૨૦ કરોડથી વધુનો ગ્રોસ બિઝનેસ કર્યો

રજનીકાન્તની તામિલ ફિલ્મ ‘જેલર’

સુપરસ્ટાર રજનીકાન્તની તામિલ ફિલ્મ ‘જેલર’એ સાત દિવસમાં વર્લ્ડવાઇડ ગ્રોસ ૪૨૦ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ વિવિધ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મને લઈને લોકોનો થલાઇવા પ્રત્યેનો ક્રેઝ અનહદ છે. આ ફિલ્મમાં તમન્ના ભાટિયા, રામ્યા ક્રિષ્નન, યોગી બાબુ અને વિનાયકન લીડ રોલમાં છે. મોહનલાલ, જૅકી શ્રોફ અને મકરંદ દેશપાન્ડે નાનકડી ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ ૧૦ ઑગસ્ટે રિલીઝ થઈ છે. સાઉથમાં આ ફિલ્મ ધૂમ મચાવી રહી છે. ભારતમાં આ ફિલ્મે ગ્રોસ ૨૬૪.૭૦ કરોડ અને વિદેશમાં ગ્રોસ ૧૫૫.૩૦ કરોડની સાથે કુલ મળીને ગ્રોસ ૪૨૦ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મની સામે સની દેઓલની ‘ગદર 2’ પણ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. ભારતમાં ‘ગદર 2’એ ગ્રોસ ૩૦૮.૫૦ કરોડ અને વિદેશમાં ગ્રોસ ૩૦ કરોડની સાથે વર્લ્ડવાઇડ ૩૩૮.૫૦ કરોડનો બિઝનેસ કર્યો છે. અક્ષયકુમારની ‘OMG 2’એ ભારતમાં ગ્રોસ ૯૩.૮૦ કરોડ અને વિદેશમાં ગ્રોસ ૧૫ કરોડની સાથે ગ્લોબલી ૧૦૮.૮૦ કરોડનો બિઝનેસ કર્યો છે. 

rajinikanth sunny deol bollywood news bollywood gossips bollywood entertainment news