02 April, 2021 03:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રજનીકાન્ત
રજનીકાન્તને ૫૧માં દાદાસાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તામિલનાડુમાં છ એપ્રિલે ઇલેક્શન છે અને એ પહેલાં જ તેમને આ સન્માનની જાહેરાત કરવામાં આવી છે. ઇન્ડિયન સિનેમા માટે દાદાસાહેબ ફાળકે અવૉર્ડ કોઈ પણ આર્ટિસ્ટ માટે સૌથી સન્માનની વાત છે. ૨૦૧૯ માટે રજનીકાન્તને આ અવૉર્ડ આપવામાં આવ્યો છે જેને ત્રણ મેના એ આપવામાં આવશે. યુનિયન મિનિસ્ટર ઑફ ઇન્ફર્મેશન અને બ્રૉડકાસ્ટિંગ પ્રકાશ જાવડેકરે ટ્વીટ કર્યું હતું કે ‘દર વર્ષે ઇન્ડિયા એક ફિલ્મ પર્સનાલિટીને દાદાસાહેબ ફાળકે અવૉર્ડ આપે છે. આ વર્ષે જ્યુરી મેમ્બર્સ આશા ભોસલે, મોહનલાલ, બિસ્વજિત ચૅટરજી, શંકર મહાદેવન અને સુભાષ ઘઈ દ્વારા મળીને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને અમે એનો સ્વીકાર કર્યો છે. રજનીકાન્ત ફિલ્મની દુનિયામાં સૂરજની જેમ ચમકતા રહ્યા છે. તેમની ટૅલન્ટ અને મહેનત દ્વારા તેમણે લોકોનાં દિલમાં તેમની જગ્યા બનાવી છે.’
થલાઇવા બનાવનાર લોકોને અવૉર્ડ ડેડિકેટ કર્યો રજનીકાન્તે
રજનીકાન્તે તેમને મળેલો દાદાસાહેબ ફાળકે અવૉર્ડ તેમના ચાહકોને ડેડિકેટ કર્યો છે. તેઓ લગભગ ૫૦ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે અને તેઓ સાઉથના જ નહીં, પરંતુ ઇન્ડિયાના સુપરસ્ટાર છે. તેમની ફિલ્મ રિલીઝ થવાની હોય એ એક તહેવારની જેમ સેલિબ્રેટ કરવામાં આવે છે. તેઓ રજનીકાન્તમાંથી સુપરસ્ટાર અને થલાઇવા બની ગયા છે. આથી તેઓ આજે જ્યાં છે એ જગ્યા પર પહોંચાડનાર ચાહકોનો તેમણે આભાર માન્યો છે. આ વિશે રજનીકાન્તે ટ્વીટ કર્યું હતું કે ‘ભારતની સરકાર, રિસ્પેક્ટે અને ડિયર નરેન્દ્ર મોદીજી અને પ્રકાશ જાવડેકરજીની સાથે હું તમામ જ્યુરી મેમ્બર્સનો આભાર માનું છું. મારી આ જર્નીમાં ભાગ બનેલા તમામને હું આ અવૉર્ડ ડેડિકેટ કરું છું. આ માટે હું ભગવાનનો પણ આભાર માનું છું.’
‘ઘણી જનરેશન્સમાં પૉપ્યુલર અને તેમના જેવું કામ અને પાત્રો ભાગ્યે જ કોઈ ભજવી શકે એવી અદ્ભુત પર્સનાલિટી ધરાવનાર શ્રી રજનીકાન્તજી છે. થલાઇવાને દાદાસાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા એ અમારા માટે ખુશીની વાત છે. તેમને ઘણી-ઘણી શુભેચ્છા.’ - નરેન્દ્ર મોદી