13 December, 2022 03:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રજનીકાન્તનો ગઈ કાલે બર્થ-ડે હોવાથી તેમના ફૅન્સે મદુરાઈમાં ૭૩ કિલોની અને ૧૫ ફીટની લંબાઈવાળી કેક કટ કરી
રજનીકાન્તનો ગઈ કાલે બર્થ-ડે હોવાથી તેમના ફૅન્સે મદુરાઈમાં ૭૩ કિલોની અને ૧૫ ફીટની લંબાઈવાળી કેક કટ કરી હતી. એ કેક પર લખેલું હતું ‘વન નેશન, વન ઇલેક્શન.’ તેમને શુભેચ્છા આપવા માટે તેમના ઘરની બહાર ફૅન્સની ભારે ભીડ જામી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી પણ અનેક સેલિબ્રિટીઝે તેમને બર્થ-ડેની શુભકામનાઓ આપી છે. તેમનો જબરા ફૅન સૌંદરરાજને કહ્યું કે ‘અમારી લાઇફમાં થલાઇવર મોટી પ્રેરણા સમાન છે. તેમને અપાર સફળતા મળે અને આજીવન તેઓ તેમના સ્ટારડમની જર્નીને માણતા રહે. તેઓ રાજકારણમાં આવે છે કે નહીં એનાથી કોઈ ફરક નથી પડતો. અમારા માટે તો તેઓ જ મુખ્ય છે.’