29 August, 2024 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૨૩ વર્ષ બાદ ફરીથી રિલીઝ થઈ રહી છે રહના હૈ તેરે દિલ મેં
સૈફ અલી ખાનની ફિલ્મ ‘રહના હૈ તેરે દિલ મેં’ ૩૦ ઑગસ્ટે ફરીથી થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. ૨૦૦૧માં રિલીઝ થયેલી એ ફિલ્મમાં દિયા મિર્ઝા અને આર. માધવન દેખાયાં હતાં. ફિલ્મનાં ગીતો ખૂબ હિટ રહ્યાં હતાં. આજે અનેક ફિલ્મોને ફરીથી રિલીઝ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે, જેથી નવી પેઢીને એ ફિલ્મો જોવાનો લહાવો થિયેટરમાં મળી શકે. ‘રહના હૈ તેરે દિલ મેં’ને વાશુ ભગનાણીએ પ્રોડ્યુસ કરી હતી અને તેમના દીકરા જૅકી ભગનાણીએ એમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ફિલ્મ ફરીથી રિલીઝ થવાની હોવાથી પોતાની ખુશી વ્યક્ત કરીને જૅકી કહે છે, ‘આર. માધવન, સૈફ અલી ખાન અને દિયા મિર્ઝા સાથે કામ કરવાનો અનુભવ પ્રેરણાદાયી હતો. તેમની ટૅલન્ટ અને સમર્પણ દરેક સીનમાં સ્પષ્ટ દેખાતાં હતાં. હું નસીબદાર છું કે મને આ યાદગાર ફિલ્મનો ભાગ બનવાની તક મળી હતી.’