RagNeeti: આ રીતે થઈ રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની હલ્દી સેરેમની, જામ્યો પંજાબી રંગ

23 September, 2023 08:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આજકાલના ટ્રેન્ડ પ્રમાણે બંનેની હલ્દી સેરેમની એકસાથે થઈ હતી. હવે તસવીરો તો આવનારા સમયમાં જ જાહેર થશે, પરંતુ ત્યાંના વાતાવરણ મુજબ આ સમારોહ ભારે જાહોજલાલી સાથે સંપન્ન થયો હતો

ફાઇલ તસવીર

પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)ની હલ્દી સેરેમ (Haldi Ceremony)ની આજે ઉદયપુરમાં થઈ હતી. હવે સાંજ થઈ ગઈ છે. તેથી મહેંદીની વિધિ ચાલી રહી હશે પણ બપોરે હલ્દી સેરેમની થઈ હતી, જેની કેટલીક તસવીરો વાયરલ (RagNeeti) થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે હલ્દી સેરેમની દરમિયાન પંજાબી ઢોલની વ્યવસ્થા કરવામાં આવી હતી, કારણ કે બંને પરિવાર પંજાબી છે.

આવા સંજોગોમાં પંજાબી રંગ ન જામે તે તો કેવી રીતે શક્ય છે? તો હલ્દી સમારોહ દરમિયાન પંજાબી ઢોલ વાગી રહ્યા હતા અને તેની સાથે ગીદ્દા પણ કરવામાં આવી રહ્યા હતા. એરપોર્ટ પર પણ તેની ઝલક જોવા મળી હતી. કેટલાક નર્તકો એવા પણ હતા જેઓ ઢોલની સાથે ગીદ્ધા પણ કરી રહ્યા હતા.

કેવી રીતે કરવામાં આવી હતી હલ્દીની વિધિ?

આજકાલના ટ્રેન્ડ પ્રમાણે બંનેની હલ્દી સેરેમની એકસાથે થઈ હતી. હવે તસવીરો તો આવનારા સમયમાં જ જાહેર થશે, પરંતુ ત્યાંના વાતાવરણ મુજબ આ સમારોહ ભારે જાહોજલાલી સાથે સંપન્ન થયો હતો અને રાઘવ અને પરિણીતીએ પણ ખૂબ એન્જોય કર્યું હતું. સ્થળ પરથી આવતા વીડિયોમાં ડ્રમના અવાજો સ્પષ્ટ સંભળાતા હતા.

અંદરના ફોટા લીક થઈ શકતા નથી!

રાઘવ અને પરિણીતીના લગ્નમાં પણ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નની જેમ ‘નૉ ફોટો પોલિસી’ છે. મતલબ કે ત્યાં કોઈ પણ વ્યક્તિ પોતાના મોબાઈલથી તસવીરો લઈ શકશે નહીં. અહેવાલ છે કે સ્થળ પર કામ કરી રહેલા તમામ સ્ટાફના મોબાઈલ ફોન ટેપ કરવામાં આવ્યા છે, જેથી કોઈ તસવીરો ક્લિક ન કરી શકે.

પરિણીતી ચોપડા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાત ફેરા ફરવા માટે ગઈ કાલે ઉદયપુર પહોંચી ગયાં છે. ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનાં મેઇન ફંક્શન આજથી શરૂ થશે. એ અગાઉ બન્નેએ ગુરુદ્વારામાં જઈને પ્રાર્થના કરી હતી. શનિવારે સવારે ૧૦ વાગ્યે પરિણીતીની ‘ચૂડા’ સેરેમની થવાની છે. ૨૪ સપ્ટેમ્બરે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ જશે.

લીલા પૅલેસ કોર્ટ યાર્ડમાં તેમનું રિસેપ્શન યોજાશે અને એની થીમ ‘અ નાઇટ ઑફ અમોર’ રાખવામાં આવી છે. અમોર એક ઇટાલિયન શબ્દ છે અને એનો અર્થ પ્રેમ થાય છે. તેમની ખુશીમાં સામેલ થવા બૉલીવુડની અનેક હસ્તીઓ હાજર હશે અને સાથે જ રાજકીય જગતમાંથી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પરિવાર સાથે તથા પંજાબના ચીફ મિનિસ્ટર ભગવંત માન પણ હાજર રહેશે. રાજસ્થાનમાં લગ્ન હોવાથી કદાચ રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને છત્તીસગઢના ચીફ મિનિસ્ટર ભૂપેશ બઘેલ પણ હાજરી આપશે.

parineeti chopra raghav chadha new delhi bollywood bollywood news entertainment news