24 June, 2024 05:50 PM IST | Vadodara | Shilpa Bhanushali
રેડિયો ઘૈંટ (ફિલ્મનું પોસ્ટર)
`રેડિયો ઘૈંટ` એ એક ફિચર ફિલ્મ છે આ ફિલ્મમાં સૌમ્યા ટંડન જે પાત્ર ભજવી રહ્યાં છે તે એક એવી મહિલાની વાર્તા છે જે બૉલિવૂડમાં ખૂબ જ મોટું નામ કરવા માગે છે પરંતુ કેટલાક કારણોસર તે પાછાં પોતાને વતન ફરે છે અને પંજાબમાં એક રેડિયો શૉ દ્વારા પોતાની એક આગવી ઓળખ ઊભી કરે છે. આ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. `રેડિયો ઘૈંટ` ફિલ્મનું શૂટિંગ વડોદરામાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સૌમ્યા ટંડન મુખ્ય પાત્ર ભજવ્યું છે. ફિલ્મનું દિગ્દર્શન અને પ્રૉડક્શન ઈન્દ્રજિત નટ્ટોજી દ્વારા કરવામાં આવ્યું છે.
આ ફિલ્મ એક એવી મહિલાની વાર્તા છે જે બૉલિવૂડમાં પોતાનું મોટું નામ બનાવવા માગે છે પણ તે પોતાને વતન પાછી ફરે છે. આ મહિલાનું પાત્ર સૌમ્યા ટંડને ભજવ્યું છે. ફિલ્મની વાર્તા પંજાબની પૃષ્ઠભૂમિની છે અહીં ઘૈંટ એ ખરેખર પંજાબીમાં `કૈંટ` તરીકે ઉચ્ચારાય છે. ટ્રેલરમાં જોઈ શકાય છે કે ફિલ્મ રેડિયો ઘૈંટમાં ખરેખર રેડિયો ઘૈંટનો અર્થ શું છે. સૌમ્યા ટંડન આ ફિચર ફિલ્મમાં જે પાત્ર ભજવી રહ્યાં છે તે એક એવી મહિલાનું છે જે ખરેખર તો બૉલિવૂડમાં અભિનય કરીને મોટું નામ બનાવવા માગે છે પણ કેટલાક કારણોસર તે પાતોના વતન `લવધિયાના` પાછાં ફરે છે. હવે આ લવધિયાનામાં લવ કેટલું મહત્વનું છે તે પણ ટ્રેલરમાં સુંદર રીતે બતાવવામાં આવ્યું છે.
રેડિયો ઘૈંટની પૃષ્ઠભૂમિ આમ તો પંજાબની છે પણ પંજાબ અને વડોદરામાં રિક્શાઓનો રંગ લગભગ એક સરખો છે. ફિલ્મના શૂટ માટે વડોદરા શહેરની પસંદગી કરવા પાછળના કારણ વિશે વાત કરતા ઇન્દ્રજિત નટ્ટોજી જણાવે છે કે, "મારે એક એવા લોકેશન પર શૂટ કરવું હતું જે કંઈક નવું આપી શકે. હા, વડોદરામાં મારે રેડિયો માટે આખું સેટ ઊભું કરવું પડ્યું પણ આ આખી ફિલ્મનું શૂટિંગ એક જ જગ્યાએ એટલે કે રેડિયો ઑફિસમાં કરવાનું હોવાથી આને માટે પણ ખાસ કંઈ વાંધો પડ્યો નહોતો."
ફિલ્મના ટ્રેલરની શરૂઆત જ રેડિયો એડ વગર કેવી રીતે ચલાવવાના પ્રશ્ન સાથે કરવામાં આવી છે. અહીં ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે એક મહિલાએ રેડિયો પ્લે લખ્યો છે જે રેડિયો પર લીવ એટલે કે લાઈવ થવાનો છે. ટ્રેલરના અંતે જે ડાયલૉગ આવે છે તે સાંભળીને તમારા ચહેરા પર પણ ચોક્કસ એક સુંદર મજાની સ્માઈલ આવી જશે તો અહીં જુઓ ટ્રેલર.
નોંધનીય છે કે ફિલ્મના મેકિંગ દરમિયાન ઈન્દ્રજિત નટ્ટોજી જે આ ફિલ્મના ડિરેક્ટર અને પ્રૉડ્યુસર પણ છે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે આ ફિલ્મની સાથે જ તેમણે કિટુ ગિડવાની સાથે `મેડમ ડ્રાઈવર` ફિલ્મ પણ બનાવી છે. `મેડમ ડ્રાઈવર` આ ફિલ્મનું શૂટિંગ પણ વડોદરામાં જ થયું છે.
`મેડમ ડ્રાઈવર` ફિલ્મનું ટ્રેલર પણ આજે લૉન્ચ કર્યું છે તો અહીં ક્લિક કરીને જાણો તેના વિશે વધુ.