દરેકને અમારી કેમિસ્ટ્રી પસંદ આવી છે

24 July, 2024 10:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરફિરામાં અક્ષયકુમાર સાથેના ૨૭ વર્ષના ઉંમરના તફાવત વિશે રાધિકા મદને કહ્યું...

રાધિકા મદન

અક્ષયકુમાર અને તેની સાથે ‘સરફિરા’માં કામ કરનાર રાધિકા મદન વચ્ચે ૨૭ વર્ષનો તફાવત છે. અક્ષય ૫૬ વર્ષનો અને રાધિકા ૨૯ વર્ષની છે. ‘સરફિરા’નું ટ્રેલર-લૉન્ચ કરવામાં આવ્યું ત્યારે તેમની વચ્ચેના ઉંમરના તફાવતને લઈને ખૂબ જ ચર્ચા હતી. જોકે આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર એટલી કમાલ નથી દેખાડી શકી. આ વિશે વાત કરતાં રાધિકા કહે છે, ‘ઉંમર વચ્ચેના તફાવતની વાત ટ્રેલર-લૉન્ચ થયું ત્યાર બાદ થઈ હતી. જોકે રિલીઝ બાદ એ નહોતું જોવા મળ્યું. મેં ૪૨ રિવ્યુ વાંચ્યા છે અને એમાંથી એકમાં પણ ઉંમરની વાત નહોતી કરવામાં આવી. દરેકને અમારી કેમિસ્ટ્રી ગમી હતી. ક્રૅકિંગ કેમિસ્ટ્રી, ઇન્ટેન્સ કેમિસ્ટ્રી અને લવલી કેમિસ્ટ્રી લખવામાં આવ્યું હતું. ઉંમરના તફાવતને લઈને લોકો જે કહી રહ્યા હતા એ જ લોકો વખાણ પણ કરી રહ્યા હતા. અમારી વચ્ચેનું કનેક્શન ખૂબ જ જોરદાર હોવાથી કોઈને ઉંમરનો તફાવત લાગ્યો જ નહીં.’

રાધિકા મદને તેના નામના સ્પેલિંગમાં બદલાવ કર્યો છે. પહેલાં તેના નામનો સ્પેલિંગ Radhika હતો, જે હવે Radhikka છે. રાધિકાની મમ્મી ન્યુમરોલૉજીમાં વિશ્વાસ કરતી હોવાથી તેમને ખુશ કરવા માટે તેણે નામમાં બદલાવ કર્યો છે.

radhika madan akshay kumar latest films indian films entertainment news bollywood bollywood news