‘મિસિસ અન્ડરકવર’ની ૧૪ એપ્રિલે પધરામણી

31 March, 2023 04:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં તેની સાથે સુમીત વ્યાસ, રાજેશ શર્મા અને સાહેબ ચૅટરજી પણ જોવા મળશે.

રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટેની આગામી સ્પાય-કૉમેડી ફિલ્મ ‘મિસિસ અન્ડરકવર’ ZEE 5 પર ૧૪ એપ્રિલે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે સુમીત વ્યાસ, રાજેશ શર્મા અને સાહેબ ચૅટરજી પણ જોવા મળશે. આ ફિલ્મની સ્ટોરી એક હાઉસવાઇફની છે જે ખરેખર તો સ્પેશ્યલ અન્ડરકવર એજન્ટ છે. જોકે છેલ્લાં દસ વર્ષથી તે પોતાની પ્રોફેશનલ લાઇફથી અળગી હોવાથી તે પોતાનું કામ થોડુંઘણું ભૂલી ગઈ હોય છે. તેને ફરીથી કામ પર બોલાવવામાં આવે છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મને અનુશ્રી મહેતાએ ડિરેક્ટ કરી છે. તો B4U મોશન પિક્ચર્સ, જાદુગર ફિલ્મ્સ અને નાઇટ સ્કાય મૂવીઝે સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મના પોતાના કૅરૅક્ટર વિશે રાધિકાએ કહ્યું કે ‘મારું પાત્ર દુર્ગા ખૂબ મજેદાર, ઉદાર, પ્રામાણિક અને આત્મવિશ્વાસના અભાવથી ભરેલું છે. ફિલ્મની સ્ટોરીમાં તેને પોતાની સ્ટ્રેંગ્થને ઓળખતી દેખાડવામાં આવશે. દરેક ઘરમાં એક તો દુર્ગા હોય છે, જે ચૂપચાપ પોતાનું કામ કરે છે. પરંતુ એના બદલામાં તે કોઈ વસ્તુની ડિમાન્ડ નથી કરતી, કારણ કે તેને હાઉસવાઇફનું નામ આપવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તે સમાજમાં રહેલી પિતૃસત્તાની માનસિકતા સામે લડત ચલાવે છે અને એ મજાકની સાથે ખૂબ સરસ રીતે ઘડવામાં આવે છે.’

તો બીજી તરફ આ ફિલ્મમાં જોડાવાની ખુશી વ્યક્ત કરતાં સુમીત વ્યાસે કહ્યું કે ‘હટકે સ્ટોરીઝના દૌરની વચ્ચે મને એ વાતની ખુશી છે કે ફિલ્મની ટીમે આવા સશક્તિકરણવાળી સ્ટોરી વિશે વિચાર્યું અને મને એવું પાત્ર આપ્યું જે મજેદાર તો છે, પરંતુ એને ભજવવાની પણ મને મજા આવી હતી.’

entertainment news bollywood news bollywood gossips bollywood radhika apte upcoming movie zee5