30 December, 2022 03:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra)ના રાંતાં લંબિયાં (Raataan Lambiyan) ગીતને ખૂબ જ પ્રેમ મળ્યો હતો. ત્યાર બાદ હવે અભિનેતા રબ્બા જાનદા (Rabba Janda) સાથે પાછો ફર્યો છે. આ ગીતને પણ ચાહકો અને પ્રેક્ષકોએ સમાન રીતે પ્રેમ આપ્યો છે. આ ગીતે 48 કલાકની અંદર જ 30 મિલિયન કરતાં વધુ વ્યૂઝ મેળવ્યા છે, જે નોંધપાત્ર છે. રિલીઝના થોડા સમય બાદથી જ આ ગીત યુટ્યુબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે.
આ ટ્રેન્ડિંગ મ્યુઝિક વીડિયોમાં સિદ્ધાર્થ મલ્હોત્રાને રશ્મિકા મંદન્ના સાથે દેખાય રહ્યો છે, જે એક દૃષ્ટિહીન છોકરી છે જે સિદ્ધાર્થના પાત્રના વ્યક્તિત્વને પ્રેમ કરે છે. ગીતના અંતમાં, બંનેના લગ્ન થતા જોઈ શકાય છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાએ 20 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થનારી સ્પાય થ્રિલર ‘મિશન મજૂન’ વિશે ચાહકોને ઉત્સાહિત કરવામાં કોઈ કસર છોડી નથી. હાલ ફિલ્મનું પ્રમોશન પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ગીતની સફળતા તેના પરિણામ સ્વરૂપે છે.
મિશન મજનૂ, શાંતનુ બાગચી દ્વારા નિર્દેશિત અને રોની સ્ક્રુવાલા, અમર બુટાલા અને ગરિમા મહેતા દ્વારા સહ-નિર્મિત છે. આ ફિલ્મ 20 જાન્યુઆરી, 2023ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. રેકોર્ડ-બ્રેકિંગ ટ્રેક ‘રબ્બા જાંદા’ શબ્બીર અહેમદે લખ્યું છે અને જુબીન નૌટિયાલે અલ્તમશ ફરીદીએ ગાયું છે. ઝી મ્યુઝિકના લેબલ હેઠળ રિલીઝ થયેલું આ ગીત તનિષ્ક બાગચીએ કમ્પોઝ કર્યું હતું.
આ પણ વાંચો: સિદ્ધાર્થની `મિશન મજનૂ` ૨૦ જાન્યુઆરીએ આવશે ઑનલાઇન
સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘મિશન મજનૂ’ ૨૦ જાન્યુઆરીએ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. શાંતનુ બાગચીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં રશ્મિકા મંદાના, કુમુદ મિશ્રા, પરમીત સેઠી અને શારિબ હાશ્મી પણ લીડ રોલમાં છે. આ ફિલ્મની સ્ટોરી દેશના એક અગત્યના મિશન પર આધારિત છે. ફિલ્મના પોતાના રોલ વિશે સિદ્ધાર્થે કહ્યું કે ‘હું ‘મિશન મજનૂ’ને લઈને ખૂબ એક્સાઇટેડ છું, કેમ કે હું પહેલી વખત એક જાસૂસના રોલમાં જોવા મળીશ. દેશના જાંબાઝ મિશનની એમાં સ્ટોરી જોવા મળશે. ભારત અને એના પાડોશી દેશ સાથેના સંબંધો પર પ્રકાશ પાડવામાં આવશે. મને પૂરો વિશ્વાસ છે કે એની સ્ટોરી વિશ્વના તમામ લોકોને પસંદ પડશે.’