17 March, 2023 05:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહિદ કપૂર
રાજકુમારની દીકરી વાસ્તવિકતા પંડિત શાહિદ કપૂરથી એટલી ઑબ્સેસ્ડ હતી કે તે પોતાને તેની પત્ની તરીકે ઓળખાવતી હતી. તેઓ બન્ને પહેલી વાર શામક દાવરની ડાન્સ સ્કૂલમાં મળ્યાં હતાં. એ સમયે વાસ્તવિકતા શાહિદના પ્રેમમાં પડી હતી. તેનું ઑબ્સેશન એટલું વધી ગયું હતું કે શાહિદે પોલીસ-ફરિયાદ કરવી પડી હતી. શાહિદે તેની ફીલિંગ્સનો રિસ્પેક્ટ કર્યો હતો, પરંતુ તેને એવી કોઈ ફીલિંગ્સ નથી એ ક્લિયર કરી દીધું હતું. ત્યાર બાદ વાસ્તવિકતાએ તેને સ્ટૉક કરવાનું શરૂ કરી દીધું હતું. તે શાહિદની ફિલ્મના સેટ પર પણ પહોંચી જતી હતી. તે એક વાર તો શાહિદની કારના બોનેટ પર બેસી ગઈ હતી. તે શાહિદના ઘરની બાજુના ઘરમાં રહેવા જતી રહી હતી અને પાડોશીને તેની પત્ની તરીકે ઓળખાવતી હતી. જોકે આ એક હદની બહાર જતાં શાહિદે પોલીસ-ફરિયાદ કરવી પડી હતી અને ત્યાર બાદ વાસ્તવિકતાએ તેને સ્ટૉક કરવાનું છોડી દીધું હતું. કરીઅરની શરૂઆતના સમયમાં શાહિદ કપૂર અને કરીના કપૂર રિલેશનમાં હતાં. તેમના બ્રેકઅપ બાદ શાહિદનું નામ ઘણી હિરોઇન સાથે જોડાયું હતું. જોકે તેણે ૨૦૧૫માં મીરા રાજપૂત સાથે લગ્ન કરી લીધાં હતાં અને તેમને મિશા અને ઝૈન નામનાં બે બાળકો છે.