આર. માધવને પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે કર્યું ડિનર, જુઓ તસવીરો

16 July, 2023 01:08 PM IST  |  Paris | Gujarati Mid-day Online Correspondent

તાજેતરમાં જ ફ્રાન્સ (France)ના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) માટે ડિનરનું આયોજન કર્યું હતું. બોલિવૂડ એક્ટર આર માધવન પણ અહીં પહોંચ્યા હતા. આ બોલિવૂડ એક્ટર પણ આ ઈવેન્ટમાં શામિલ થયા હતા.

ફાઈલ તસવીર

તાજેતરમાં જ ફ્રાન્સ (France)ના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) માટે ડિનરનું આયોજન કર્યું હતું. સોશિયલ મીડિયા પર તેની ઘણી તસવીરો શેર કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ આ ડિનર લૌવર મ્યુઝિયમ (Louvre Museum)માં રાખવામાં આવ્યું હતું.

આ બેઠક બંને દેશો માટે ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ મીટિંગ વધુ યાદગાર બની ગઈ હતી. કારણકે બોલિવૂડ એક્ટર આર માધવન (R. Madhavan) પણ અહીં પહોંચ્યા હતા. આ બોલિવૂડ એક્ટર પણ આ ઈવેન્ટમાં શામિલ થયા હતા. તેમણે ઈન્સ્ટાગ્રામ પર શનિવારે આયોજિત આ કાર્યક્રમની તસવીરો શેર કરીને પીએમ મોદીને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.

સોશિયલ મીડિયા પર સામે આવેલા ફોટામાં આર માધવન ભારતના પીએમ મોદી અને ફ્રાન્સના પીએમ એમેન્યુઅલ સાથે આનંદ કરતો જોવા મળી રહ્યો છે. તે ભારતના પીએમ સાથે એક મહાન બોન્ડ શેર કરી રહ્યો છે. સાથે જ અભિનેતાએ નરેન્દ્ર મોદીનો હાથ પકડ્યો હતો તે તસવીર પણ વાયરલ થઈ છે. ત્રણ વાર ગ્રેમી વિજેતા રહી ચૂકેલા સંગીતકાર રિકી કેજ પણ ઈમેન્યુઅલ મેક્રોન સાથે બેઠેલા એક્ટરના ફોટા લઈ રહ્યા હતા.

આ ઇવેન્ટનો ભાગ બનવું એ માધવન માટે ખાસ પ્રસંગ માનવામાં આવી રહ્યો છે. આ ઇવેંટમાં તેણે ગ્રીન કલરનો શર્ટ, બ્લેક ટાઈ અને ગ્રે સૂટ પહેર્યો હતો. માધવને તસવીરો સાથે એક વીડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં એમેન્યુઅલ મેક્રોન પીએમ મોદી અને ભૂતપૂર્વ ફ્રેન્ચ ફૂટબોલર મેથ્યુ ફ્લેમિની સાથે સેલ્ફી ક્લિક કરતા જોવા મળી રહ્યા છે.

આર માધવને ભારતના વડાપ્રધાન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે ફોટો શેર કરીને એક લાંબી પોસ્ટ પણ લખી છે કે, ‘14 જુલાઈ 2023 ના રોજ પેરિસમાં બેસ્ટિલ ડે સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધો સુધારવા માટે જુસ્સો અને સમર્પણ દર્શાવવામાં આવ્યો હતો. તેમણે બે મૈત્રીપૂર્ણ રાષ્ટ્રોના ભાવિ માટે તેમના વિઝનને ખૂબ જ ઉત્સાહથી વ્યક્ત કર્યું તે જોઈને મને ઘણું જ આશ્ચર્ય થયું છે.’

અભિનેતાએ પોસ્ટમાં ઉમેર્યું છે કે, `ત્યાંનું સમગ્ર વાતાવરણ સકારાત્મકતાથી ભરેલું હતું. પરસ્પર આદર હતો. હું ઈચ્છું છું કે તેની દ્રષ્ટિ અને સપના આપણા બધા માટે યોગ્ય સમયે યોગ્ય ફળ આપે.’  
આમ મીટિંગની તસવીરો સાથે આર માધવને એક હૃદયસ્પર્શી પોસ્ટ પણ લખીને ભારત-ફ્રેન્ચ વચ્ચેના સંબંધોને મજબૂત થવા માટે અભિનંદન પાઠવ્યા હતા. અભિનેતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોનની ખૂબ પ્રશંસા કરી છે.

r. madhavan narendra modi france international news bollywood news bollywood gossips bollywood entertainment news