22 November, 2024 05:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`પુષ્પા 2: ધ રૂલ`ના ગીત `કિસિક`ના રિલીઝ પહેલા શ્રીલીલા વારાણસી પહોંચી લીધા ગંગાના આશીર્વાદ
અલ્લુ અર્જુન અને રશમિકા મંદના સ્ટારર ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ને (Pushpa 2: The Rule song Kiss Ik) લઈને લોકોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે. આ ફિલ્મ પાંચ ડિસેમ્બર 2024 ના રોજ રિલીઝ થશે એવી જાહેરાત કરવાં આવી છે. આ ફિલ્મના ગીત રિલીઝ કરવામાં આવ્યા છે જેને લીધે દર્શકોમાં આ ફિલ્મને લઈને વધુ એકસાઈટમેન્ટ વધી ગઈ છે. હાલમાં ‘પુષ્પા 2: ધ રૂલ’નું નવું સોન્ગ ‘કિસિક’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અભિનેત્રી શ્રીલીલા જોવા મળવાની છે. આ સોન્ગના રિલીઝ પહેલા શ્રીલીલા વારાણસી પહોંચી હતી જેની તસવીરો હવે સામે આવી છે.
પોતાની અદભૂત હાજરી અને અદભૂત ડાન્સ મૂવ્સ સાથે, શ્રીલીલા (Pushpa 2: The Rule song Kiss Ik) હંમેશા પ્રેક્ષકોના દિલ જીતે છે. સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર ઍક્ટર મહેશ બાબુ સાથે ગુંટુર કરમના લોકપ્રિય ગીત "કુર્ચી માધાથાપેટ્ટી" થી પ્રસિદ્ધિ મેળવનારી અભિનેત્રી ‘પુષ્પા 2: ધ રૂલ’માં પોતાના બીજા ઍપિક ડાન્સ નંબર સાથે પાછી ફરી છે, જે આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એક બની શકે છે. હવે જ્યારે ફિલ્મના અભિનયને લગતી અપેક્ષાઓ વધુ વધી ગઈ છે, શ્રીલીલાએ ગીતના રિલીઝ પહેલા આશીર્વાદ લેવા માટે તાજેતરમાં વારાણસીની મુલાકાત લીધી હતી.
શ્રીલીલાએ તેની મમ્મી સાથે વારાણસીમાં ગંગા કિનારે (Pushpa 2: The Rule song Kiss Ik) આરતીમાં ભાગ લઈને આશીર્વાદ લીધા હતા. ભક્તિમાં ઊંડાણપૂર્વક, અભિનેત્રીએ તેના બહુપ્રતિક્ષિત ગીત ‘કિસિક’ ના રિલીઝ પહેલા પવિત્ર સ્થળની મુલાકાત લીધી. શ્રીલીલા, જે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને ખ્યાતનામ ડાન્સર અલ્લુ અર્જુન સાથે સ્ટેજ પર જોવા મળશે, શ્રીલીલા તેના જબરદસ્ત પર્ફોર્મન્સથી સ્ક્રી પર આગ લગાડવા જઈ રહી છે. તાજેતરમાં રિલીઝ થયેલા પોસ્ટરે પ્રેક્ષકોની ઉત્સુકતા વધારી દીધી છે, અને હવે બધા તેને ગીતમાં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
તદુપરાંત, ગુંટુર કરમમાં શ્રીલીલાના છેલ્લા પ્રદર્શને તેણીને દેશભરમાં પ્રકયત બનાવી હતી અને હવે, બધાની નજર અલ્લુ અર્જુન સાથે તેની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ના ગીત ‘કિસિક’ સોન્ગ (Pushpa 2: The Rule song Kiss Ik) પર છે, તેના આગામી પ્રદર્શન સાથે તે ધૂમ મચાવશે એવું લાગી રહ્યું છે. આ ફિલ્મની રિલીઝ ડેટ અનેક વખત બદલવામાં આવી છે. ‘પુષ્પા: ધ રાઇઝ’ ૨૦૨૧માં રિલીઝ થઈ હતી. મૂળ તેલુગુ ફિલ્મ હતી, પણ ઘણી ભાષામાં ડબ થઈ હતી અને બધી ભાષામાં સુપરડુપર હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મે જગતભરમાં ૩૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, પણ હવે એની જ સીક્વલ માટે એકલો અલ્લુ અર્જુન ૩૦૦ કરોડ રૂપિયા લઈ ગયો છે એવું કહેવામાં આવી રહ્યું છે.