અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ ‘પુષ્પા 2: ધ રુલ’ ના બીજા ગીતની રિલીઝ ડેટ જાહેર

22 May, 2024 05:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Pushpa 2: The Rule:

પુષ્પા 2: ધ રુલના બીજા ગીતની જાહેરાતનું પોસ્ટર

સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર અભિનેતા અલ્લુ અર્જુન અને અભિનેત્રી રશ્મિકા મંદાનાની બહુચર્ચિત ફિલ્મ ‘પુષ્પા 2: ધ રુલ’નું (Pushpa 2: The rule) નવું થ્રીલર ટીઝર અને હીટ ગીત ‘પુષ્પા પુષ્પા’નું રીલીઝ કર્યું હતું. મૈત્રી મૂવી મેકર્સ દ્વારા નિર્માણ કરવામાં આવેલી અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘પુષ્પા 2: ધ રુલ’નું ટીઝર રિલીઝ કર્યું હતું. ‘પુષ્પા 2’ના આ ટીઝર અને નવા ગીતને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના પહેલા ગીતના ક્રેઝે સોશિયલ મીડિયા પર એક નવો ટ્રેન્ડ બનાવ્યો હતો. આ ફિલ્મના પહેલા ગીતને રિલીઝ થઈને ત્રણ અઠવાડિયા થઈ ગયા છે જેથી હવે આ ફિલ્મના નવા ગીતના રિલીઝની રાહ લોકો જોઈ રહ્યા છે.

ફિલ્મ ‘પુષ્પા 2’નવા ગીત માટે લોકોની એકસાઈટમેન્ટને જોઈને ફિલ્મના મેકર્સે આ ફિલ્મના બીજા ગીતના રિલીઝ ડેટ બાબતે જાહેરાત કરી છે અને હવે આવતીકાલે આ ફિલ્મનું બીજું ગીત પણ રિલીઝ થવાનું છે. ‘પુષ્પા 2’ના નવા ગીતના (Pushpa 2: The rule) રિલીઝ પહેલા એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેથી આ નવું ગીત પણ ‘પુષ્પા 1’ના `સામી સામી` સોન્ગના જેમ જ ખૂબ પ્રખ્યાત થશે.  ‘પુષ્પા 1’ની જેમ જ ‘પુષ્પા 2’માં પણ રશ્મિકા મંદાના શ્રીવલ્લીના રોલમાં જોવા મળવાની છે.

સોશિયલ મીડિયા પર ‘પુષ્પા 2’ના મેમેકર્સે એક ખાસ પોસ્ટ કરી હતી અને લખ્યું કે પુષ્પા રાજ દ્વારા #Pushpa Pushpa” સાથે ટેકઓવર કર્યા બાદ, આ કપલ, શ્રીવલ્લી (Pushpa 2: The rule) અને તેની સામી માટે આપણને બધાને મંત્રમુગ્ધ કરવા આવવાના છે. ‘પુષ્પા 2’ના નવા બીજા ગીતની આવતીકાલે રોજ સવારે 11:07 વાગ્યે જાહેરાત કરવામાં આવશે અને 15મી ઓગસ્ટ 2024ના રોજ ફિલ્મના વિશ્વભરના સિનેમા હૉલમાં ગ્રાન્ડ રિલીઝ કરવામાં આવશે.

અલ્લુ અર્જુનની ફિલ્મ `પુષ્પા 2: ધ રુલ`ને (Pushpa 2: The rule) લઈને દર્શકોમાં એકસાઈટમેન્ટ વધી રહી છે. તેમ જ લોકોને ફિલ્મમાં અલ્લુ અર્જુન પુષ્પાના અને રશ્મિકા મંદાના શ્રીવલ્લીના રોલમાં જોવા મળે છે. જેથી ફિલ્મમાં પુષ્પા અને  શ્રીવલ્લીના અદભૂત લૂકને લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે. જેથી આ ફિલ્મ લોકોને નિશ્ચિત પણે એક ટેનમેન્ટ આપશે એ વાત પાક્કી છે. અલ્લુ અર્જુનની `પુષ્પા 2: ધ રુલ`ના રિલીઝની તૈયારીઓ ચાલી રહી છે. ડિરેક્ટર સુકુમાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં રશ્મિકા મંદાના સાથે ફહદ ફાસિલ પણ છે અને ફિલ્મ 15 ઓગસ્ટ, 2024ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ 2021માં આવેલી `પુષ્પા 1: ધ રાઇઝ`ની સિક્વલ છે. આ ફિલ્મને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. જેથી પુષ્પા 2ને પણ લોકોનો ભરપૂર પ્રેમ મળશે એવી આશા ચાહકોને છે.

allu arjun rashmika mandanna pushpa bollywood news bollywood entertainment news