15 December, 2024 09:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લમાંથી બહાર નીકળ્યા બાદ અલ્લુ અર્જુન ઘરે પહોંચ્યો ત્યારે તેનો દીકરો, પત્ની તેને ભાવુક થઈને ભેટી પડ્યાં હતાં
‘પુષ્પા 2 : ધ રૂલ’ ફિલ્મના હીરો અલ્લુ અર્જુનને શુક્રવારે તેલંગણ હાઈ કોર્ટે શરતી જામીન આપ્યા હોવા છતાં તેણે શુક્રવારની રાત હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલમાં જ વિતાવવી પડી હતી.
હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલ પ્રશાસને ગઈ કાલે સવારે ૬.૪૦ વાગ્યે અલ્લુ અર્જુનને પાછળના ગેટમાંથી બહાર જવા દીધો હતો. જેલમાંથી બહાર નીકળ્યા બાદ અલ્લુ અર્જુન ઘરે પહોંચ્યો ત્યારે તેનો દીકરો, પત્ની તેને ભાવુક થઈને ભેટી પડ્યાં હતાં.
અલ્લુ અર્જુનના વકીલોએ હાઈ કોર્ટે જામીન આપ્યા હોવા છતાં જેલમાંથી બહાર ન જવા દેવા બદલ લીગલ ઍક્શન લેવાનો પ્લાન બનાવ્યો છે. અલ્લુ અર્જુનના વકીલે કહ્યું હતું કે જામીન આપવા માટેના આદેશની કૉપી મળ્યા બાદ પણ જેલ-પ્રશાસને તેને રિલીઝ નહોતો કર્યો. હાઈ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આદેશની કૉપી મળ્યા બાદ તરત જ અભિનેતાને જેલમાંથી બહાર જવા દેવામાં આવે, છતાં જેલ-પ્રશાસને કોર્ટના આદેશનું પાલન નહોતું કર્યું.
ગઈ કાલે અલ્લુ અર્જુનને મળવા પહોંચેલા ‘પુષ્પા’ના ડિરેક્ટર સુકુમાર અને વિજય દેવરાકોન્ડા
જોકે સામે જેલ-પ્રશાસને કહ્યું હતું કે ‘અમને જામીનનો આદેશ મોડી રાતે મળ્યો હતો. જેલના નિયમ પ્રમાણે રાતના સમયે કેદીને રિલીઝ ન કરી શકાય. આથી સવાર થતાંની સાથે જ અમે તેને જેલમાંથી બહાર જવા દીધો હતો.’