અલ્લુ અર્જુને દર રવિવારે પોલીસ-સ્ટેશનમાં હાજરી આપવી પડશે, દેશની બહાર નહીં જઈ શકે

04 January, 2025 10:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંધ્યા થિયેટરની નાસભાગમાં મૃત્યુ પામેલી મહિલાના કેસમાં રેગ્યુલર જામીન મળી ગયા છે, પણ...

અલ્લુ અર્જુન

‘પુષ્પા 2 : ધ રૂલ’ના સ્ટાર અલ્લુ અર્જુનને હૈદરાબાદના સંધ્યા થિયેટરની નાસભાગમાં મૃત્યુ પામેલી મહિલાના કેસમાં રેગ્યુલર જામીન મળી ગયા છે, પણ તેને દેશની બહાર જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ ઉપરાંત તેણે દર રવિવારે થિયેટર જે વિસ્તારમાં આવેલું છે ત્યાંના પોલીસ-સ્ટેશનમાં હાજરી આપવી પડશે.

allu arjun pushpa hyderabad entertainment news bollywood bollywood news