૧૦૦+ કરોડ રૂપિયાનો બિઝનેસ

17 December, 2024 09:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજા અઠવાડિયાના વીક-એન્ડમાં પહેલી વાર કોઈ હિન્દી ફિલ્મે કર્યો : સેકન્ડ વીકના શુક્ર-શનિ-રવિમાં પુષ્પા 2એ રળ્યા ૧૨૮ કરોડ રૂપિયા

‘પુષ્પા 2: ધ રૂલ’ ફિલ્મનું પોસ્ટર

‘પુષ્પા 2: ધ રૂલ’એ બૉક્સ-ઑફિસના એટલા બધા રેકૉર્ડ્સ તોડી નાખ્યા છે કે આપણને લાગે હવે કંઈ નહીં બચ્યું હોય, પણ એવું નથી. અલ્લુ અર્જુનની આ ફિલ્મે હવે બીજા વીક-એન્ડનો રેકૉર્ડ તોડ્યો છે એટલું જ નહીં, સાથે એક અભૂતપૂર્વ સિદ્ધિ પણ મેળવી છે.

આજ સુધી કોઈ હિન્દી ફિલ્મે બીજા વીક-એન્ડમાં ૧૦૦ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન નથી કર્યું જે ‘પુષ્પા 2’એ કરી દેખાડ્યું છે. બીજા અઠવાડિયાના શુક્ર, શનિ અને રવિવારે ‘પુષ્પા 2’એ અનુક્રમે ૨૭.૫૦ કરોડ, ૪૬.૫૦ કરોડ અને ૫૪ કરોડ રૂપિયા રળીને કુલ ૧૨૮ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

સેકન્ડ વીક-એન્ડના હાઇએસ્ટ કલેક્શનનો આ પહેલાંનો રેકૉર્ડ ‘સ્ત્રી 2’ના નામે હતો, જેણે બીજા અઠવાડિયાના શુક્ર-શનિ-રવિમાં ૯૩.૮૫ કરોડ રૂપિયા રળ્યા હતા.

`561.50 કરોડ
‘પુષ્પા 2’નો ૧૧ દિવસનો બિઝનેસ

સેકન્ડ વીક-એન્ડની ટૉપ ટેન હિન્દી ફિલ્મો
૧    પુષ્પા 2    ૧૨૮ કરોડ
૨    સ્ત્રી 2    ૯૩.૮૫ કરોડ
૩    ગદર 2    ૯૦.૪૭ કરોડ
૪    ઍનિમલ    ૮૭.૫૬ કરોડ
૫    જવાન    ૮૨.૨૬ કરોડ
૬    બાહુબલી 2    ૮૦.૭૫ કરોડ
૭    દંગલ    ૭૩.૭૦ કરોડ
૮    ધ કશ્મીર ફાઇલ્સ    ૭૦.૧૫ કરોડ
૯    પઠાન    ૬૩.૫૦ કરોડ
૧૦    સંજુ    ૬૨.૯૭ કરોડ

allu arjun pushpa rashmika mandanna box office mumbai bollywood bollywood news entertainment news