23 December, 2024 10:20 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
સિનેમૅટોગ્રાફી મિનિસ્ટર કોમાતિરેડ્ડી વેન્કટ રેડ્ડી
તેલંગણના સિનેમૅટોગ્રાફી મિનિસ્ટર કોમાતિરેડ્ડી વેન્કટ રેડ્ડી ‘પુષ્પા 2 : ધ રૂલ’ પર વીફર્યા છે. તેમણે શનિવારે એક પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને કહ્યું હતું કે ‘તમને લાગે છે કે ‘પુષ્પા 2’ સારી છે તો જઈને જુઓ. મેં પણ જોયું. મેં હવે નક્કી કર્યું છે કે ઐતિહાસિક કે ધાર્મિક સિવાયની ફિલ્મો નહીં જોઉં, કારણ કે સાડાત્રણ કલાક આ ફિલ્મ માટે મારું કામ પડતું મૂક્યા પછી મને જણાયું કે આ ફિલ્મ માત્ર યુવા પેઢીને બરબાદ કરે છે.’