21 December, 2024 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘પુષ્પા 2: ધ રૂલ’ ફિલ્મનું પોસ્ટર
‘પુષ્પા 2: ધ રૂલ’ હવે હિન્દી ફિલ્મ-જગતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ગુરુવારે આ ફિલ્મે ૧૪ કરોડ રૂપિયાનું નેટ બૉક્સ-ઑફિસ કલેક્શન કરીને ‘સ્ત્રી 2’એ તાજેતરમાં જ સર્જેલો રેકૉર્ડ તોડી દીધો છે. કુલ ૬૩૨.૫૦ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરીને ‘પુષ્પા 2’ હવે નંબર વન થઈ ગઈ છે. એણે ‘સ્ત્રી 2’ના ૬૨૭.૦૨ કરોડ રૂપિયાના કલેક્શનને પાર કરી લીધું છે. ‘સ્ત્રી 2’એ આ કમાણી ૯ અઠવાડિયાંમાં કરી હતી, જ્યારે ‘પુષ્પા 2’ પંદરમા દિવસે જ એનાથી આગળ નીકળી ગઈ છે. આજ સુધી કોઈ હિન્દી ફિલ્મે નથી જોઈ એ ૭૦૦ કરોડની ક્લબ પણ હવે ‘પુષ્પા 2’ની પહોંચથી દૂર નથી લાગતી.