દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી પર બાયોગ્રાફી બનાવશે પતિ બોની કપૂર

09 February, 2023 01:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શ્રીદેવીના ચાહકો ટૂંક સમયમાં જ તેમની પ્રિય અભિનેત્રીનાં જીવન વિશે પુસ્તક અને ફિલ્મના માધ્યમથી વધુ જાણી શકશે

સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂર

દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી (Sridevi)ને કોઈ પરિચયની જરૂર નથી. તેમણે પોતાની કારકિર્દીમાં હિન્દી સિનેમાને ઘણી હિટ અને આઇકોનિક ફિલ્મો આપી હતી. અભિનયથી લોકોનાં દિલ જીતનાર દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી પર હવે એક બાયોગ્રાફી આવી રહી છે. હા, સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવી પર બાયોગ્રાફી પર ટૂંક સમયમાં જ આવશે. બોની કપૂરે પોતે આ તેની જાહેરાત કરી છે. આ બુકનું નામ ‘શ્રીદેવી - ધ લાઈફ ઑફ લેજેન્ડ’ (Sridevi – The Life of Legend) છે. ખરેખર, એક બુક પબ્લિકેશન સુપરસ્ટાર શ્રીદેવીની ઑફિશિયલ બાયોગ્રાફી પર કામ કરી રહ્યું છે અને બાદમાં તેની પરથી ફિલ્મ પણ બનશે. શ્રીદેવીના ચાહકો ટૂંક સમયમાં જ તેમની પ્રિય અભિનેત્રીનાં જીવન વિશે આ પુસ્તકમાં વધુ જાણી શકશે.

બોની કપૂરે ફિલ્મની જાહેરાત કરી!

શ્રીદેવીના પતિ બોની કપૂર (Sridevi – Boney Kapoor)એ પણ લેજેન્ડ અભિનેત્રી પર ફિલ્મ બનાવવાની પુષ્ટિ કરી છે. બોની કપૂરે એક અગ્રણી મીડિયા હાઉસ સાથે વાતચીતમાં કહ્યું કે, “શ્રીદેવી પ્રકૃતિની શક્તિ હતી, તે ત્યારે સૌથી વધુ ખુશ હતી જ્યારે તેણે સ્ક્રીન પર તેની કળા ચાહકો સામે રજૂ કરી.” શ્રીદેવી વિશે વાત કરતાં બોની કપૂરે કહ્યું કે “તેમનું વ્યક્તિત્વ નીડર હતું.” બોની કપૂર મૂવીઝે શ્રીદેવીના જીવન પર પુસ્તક લખી રહેલા ધીરત કુમાર વિશે કહ્યું કે “શ્રીદેવી તેમને પરિવાર માનતાં હતાં.”

ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે!

બોની કપૂર તેમની સ્વર્ગસ્થ પત્ની શ્રીદેવીની બાયોગ્રાફી `ધ લાઇફ ઑફ લેજેન્ડ`માં અભિનેત્રીનાં જીવનનાં દરેક પાસાઓ વિશે વાત કરવા ઈચ્છે છે. આ ફિલ્મમાં શ્રીદેવીનાં જીવનનાં દરેક પાસાઓ વિશે વાત કરવામાં આવશે. શ્રીદેવીની 30 વર્ષની કારકિર્દીમાં તેમણે લગભગ 300 ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દી ભાષાઓની ફિલ્મો સામેલ છે. શ્રીદેવીએ 1978માં ફિલ્મ `સોલવાન સાવન`થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. નોંધનીય છે કે ૨૪ ફેબ્રુઆરી 2018ના રોજ આ દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીનું નિધન થયું હતું.

આ પણ વાંચો: કિયારાની બ્રાઈડલ જ્વેલરીમાં આ ખાસ વસ્તુઓ નોટિસ કરી તમે? જાણો બ્રાઈડલ લૂક વિશે વધુ

ચીનમાં રિલીઝ થશે શ્રીદેવીની આ હિટ ફિલ્મ

શ્રીદેવીની 2012ની આઇકોનિક ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશ તેમની પુણ્યતિથિ નિમિત્તે ચીનમાં રિલીઝ થશે. ગૌરી શિંદેની આ ફિલ્મ 24 ફેબ્રુઆરીએ ચીનમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ગૌરી શિંદે દ્વારા નિર્દેશિત આ હિન્દી ફિલ્મ ચીનની મુખ્ય ભૂમિ પર 6,000 થિયેટરોમાં બતાવવામાં આવશે. તેનું વર્લ્ડ પ્રીમિયર 2012 ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું, જ્યાં તેને પ્રેક્ષકો તરફથી પાંચ મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું.

entertainment news bollywood news sridevi boney kapoor