05 April, 2021 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા જોનસે સુંદરતાની નવી વ્યાખ્યા આપી છે. તેણે એક વિડિયો ક્લિપ શૅર કરી છે જેમાં તેણે બાથરોબ પહેર્યો છે અને પોતાના વાળ સેટ કરી રહી છે. આ વિડિયો ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘તેને કોઈની પરવા નથી. ખરેખર કોઈની જ પરવા નથી અને તે ખુશી-ખુશી રહે છે. ધ એન્ડ. સુંદરતા એવી બાબત છે જેની વ્યાખ્યા તમે તમારી મુજબ આપો છો.’